ઓએનજીસીમાં નોકરી અપાવવાનું કહી વિકલાંગ વૃધ્ધએ અમરેલીના નિવૃત શિક્ષિકા સાથે રૂ.2,60,000ની છેતરપીંડી આચરતા મહિલાએ અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વિકલાંગ વૃધ્ધ સામે ગુનો નોંધ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના કેરિયારોડ રેલવે ક્રોસિંગ પાસે રોકડવાડીમાં રહેતા ચંદ્રિકાબેન પ્રાગજીભાઈ લાઠીયા (ઉ.વ.62)નામના નિવૃત શિક્ષિકાને પોતાનઉ બાજુનું મકાન વેચવાનું હોવાથી પરિચીત સ્ટેમ્પ વેન્ડર કમલેશભાઈ વસાણીને વાત કરી હતી આથી કમલેશભાઈ 22-3-25ના એક વિકલાંગ વૃધ્ધ અને સાધ્વીને મકાન બતાવવા માટે લાવ્યા હતા વિકલાંગ વૃદ્ધએ પોતાનું નામ પ્રહલાદ ઈશ્વરભાઈ કુંભાણી (રહે-મહેસાણા) અને સાધ્વીએ પોતાનું નામ રામગીરી કિશોરગીરી (રહે-અમરેલી આરટીઓ સામે આશ્રમમાં) તરીકે ઓળખ આપી હતી. પોતાને મકાન પસંદ આવી ગયું હોય અને 51 લાખમાં મૌખિક સોદો નક્કી કર્યો હતો. અને બે દિવસમાં દસ્તાવેજ કરી લેવાનું પણ પ્રહલાદ કુંભાણીએ કહ્યું હતું. આ વચ્ચે પ્રહલાદ કુંભાણીએ ચંદ્રીકાબેનને કહ્યું હતું કે, ઓએનજીસીમાં પોતે ક્લાસ-1 નિવૃત અધિકારી છે અને કોઇને ઓએનજીસીમાં નોકરી જોઈતી હોય તો સ્ટાટિન્ગ સેલેરી રૂ.61 000 થી 71000 કાયમી પોસ્ટ અપાવીશ, આ માટે અંદરના અધિકારી સાથે સેટિંગ કરવું પડે જેના માટે રૂ.50,000 આપવા પડે. મહિલા વાતમાં આવી જતા. આડોસી પડોશી અને સગા સબંધીઓને આ બાબતે વાત કરી હતી અને પડોશમાં રહેતા છોકરા છોકરીને નોકરીની ઈચ્છા હોવાથી મહિલાએ 40,000 રોકડા અને એક સોનાની વીંટી પ્રહલાદ કુંભાણીને આપી હતી અને બપોરે બધા જમીને ગયા બાદ ફરી તા.29-3ના પ્રહલાદ કુંભાણી મહિલાના ઘરે આવ્યા હતા અને આથી બાજુમાં રહેતા નિલેશભાઈ સોલંકી, નિકુંજભાઈ સોલંકીના દીકરા દીકરીના નોકરી માટેની સેટિંગની વાત કરી રૂ.40,000 હજાર આપ્યા હતા. આ સિવાય પણ પરિચિતના રિઝ્યુમ તેના મોબાઈલ નંબર ઉપર મોકલ્યા હતા. અને પ્રહલાદના કેહવું મુજબ જુદા જુદા મોબાઈલ નંબરમાં પૈસાનું ટ્રાન્જેક્શન, આંગડિયા મારફતે એમ કરી કટકે કટકે રૂ.2,60,000 અને સોનાની વીંટી આપી હતી. તા.5-4ના પ્રહલાદ કુંભાણી મહિલાના ઘરે આવતા તેને પાંચ છોકરા-છોકરીના નામ વાળા નોકરીના ઓર્ડર આપ્યા હતા અને હાજર થવાની તા.18-4 હતી બાદમાં આ તારીખે ફોલોઅપ ન થતા પ્રહલાદ કુંભાણીને ફોન કરતા ફોન લાગતો નહતો અને પડોશી નિલેશભાઈ સોલંકીએ તપાસ કરતા પ્રહલાદ કુંભાણી નામ આપ્યું હતું એ અમરેલી સંઘવી ધર્મશાળામાં રોકાયેલા છે અને તેનું નામ પૃથ્વી અમથાભાઈ ચૌધરી (રહે-કમળાપુર, તા.પાટણ, મહેસાણા)નપ હોવાનું કહેતા પોતા સાથે છેતરપીંડી થઇ હોવાનું જણાતા મહિલાએ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદમાંથી ઓએનજીસીમાં નોકરીના નામે કૌભાંડ પડકાયું
અમદાવાદ ના ચાંદખેડા વિસ્તારમાં આવેલા પ્રજાપતિ વાસમાં રહેતા યુવકે ઓએનજીસીના વેલ ઉપર કોન્ટ્રાક્ટ પર નોકરીએ રાખવા માટે પૈસા લીધા હતા. ત્યારબાદ તમામને બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર અને આઈકાર્ડ આપી દીધા હતા. જો કે, આ સમગ્ર મામલે ઓએનજીસીના સિક્યુરિટી ચાર્જને જાણ થતાં તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને સમગ્ર બાબત સામે આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ઓએનજીસીના કલોલ વિભાગમાં કુવા ઉપર કેટલાક નકલી અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. જેથી તેમની ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી તો કુવા ઉપર પસાર થતા વાહનો અને સાધનોના ફોટા પાડવામાં આવતા હતા.જે બાબતે તપાસ કરતા ઓએનજીસીનો કર્મી કિરણ પરમાર, ફાઇનાન્સ વિભાગમાં ન\કામ કરતો ગૌતમ સોલંકીની નકલી આઈકાર્ડ અને ઓર્ડર બનાવવામાં સંડોવણી ખુલી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુરમાં બિમારીથી કંટાળી વેપારી યુવાને જીવાદોરી ટુંકાવી
May 09, 2025 12:46 PMજામનગર એસપીની અઘ્યક્ષતામાં ૫૩ લાખ ડ્રગ્સ મુદામાલનો નાશ
May 09, 2025 12:40 PMસાંબા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 12 આતંકવાદીને BSFએ ઠાર માર્યા
May 09, 2025 12:39 PMધોરણ 10 માં હળવદ મંગલમ વિદ્યાલય નો ડંકો વાગ્યો..
May 09, 2025 12:35 PMભારત-પાક યુદ્ધ : રાજકોટમાં જૈન અને રાજપૂત સમાજે ભેગા મળી દેશના સૈનિકો માટે પ્રાર્થના કરી
May 09, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech