શું આપ જાણો છે ખાવાની આ આદતને કારણે વધી શકે છે આપનું વજન?

  • June 05, 2024 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ લોકો તેમના વધતા વજનને લઈને ખૂબ જ ચિંતિત હોય છે. વજન ઘટાડવા માટે તે વિવિધ પ્રયાસો કરે છે. કારણકે સ્થૂળતા માત્ર વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસને અસર કરતી નથી, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. સ્થૂળતાના કારણે ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓનો ખતરો રહે છે. વજન ઘટાડવું વ્યક્તિત્વની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે.


વજન ઘટાડવા માટે લોકો વર્કઆઉટ કરે છે અને સૌથી અગત્યનું યોગ્ય આહાર લેવાનું એટલે કે ડાયટ પણ ફોલો કરે છે. પરંતુ તેનાથી કોઈ ખાસ ફેર પડતો નથી. ખાવાની કેટલીક આદતોથી વજન વધી શકે છે.

સવારનો નાસ્તો સ્કિપ કરવો  


ઘણી વખત લોકોનું શિડ્યુલ એવું હોય છે કે તેમની પાસે નાસ્તો કરવાનો સમય નથી હોતો. તો કેટલાક લોકો કેલરી ઘટાડવાના ઈરાદાથી નાસ્તો છોડી દે છે. પરંતુ સવારનો નાસ્તો દિવસભર એનર્જી આપવાનું કામ કરે છે. જો સવારે નાસ્તો ન કરો અને પછી ભૂખ લાગે તો વધુ પડતો ખોરાક લેવાઈ જાય છે. તેથી સવારે નાસ્તો જરૂર કરવો જોઈએ.

મોડી રાત્રે ભોજન કરવું

ઘણા લોકો ઓફિસથી મોડા ઘરે આવે છે અને 9 કે 10 વાગી જાય છે. રાત્રિભોજન પછી લોકો સીધા સૂઈ જાય છે. પણ આ આદત ખોટી છે. આપણે 7 થી 8 ની વચ્ચે રાત્રિભોજન કરવું જોઈએ. જમીને 15 થી 20 મિનિટ પછી  થોડું વોક કરવું જોઈએ.


શારીરિક પ્રવૃત્તિ ન કરવી


આજકાલ મોટાભાગના લોકો આખો દિવસ એક જ જગ્યાએ બેસીને કામ કરે છે અને કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરતા નથી. જેના કારણે વજન વધવું અને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ સામાન્ય છે. ફિટ રહેવા માટે આપણે દરરોજ 30 મિનિટ વર્કઆઉટ કરવું જોઈએ. તેમજ ઓફિસમાં કામ કરતી વખતે થોડો સમય બ્રેક લઈને હલન-ચલન કરવું જોઈએ.

બહારનો ખોરાક


ઘણી વખત લોકો ડાયટ દરમિયાન ચીટ ડે રાખે છે જેમાં તેઓ તેમના ડાયટ સિવાય થોડો બહારનો ખોરાક અથવા તળેલા ખોરાક ખાય છે. પરંતુ ઘણી વખત લોકો વધુ પ્રમાણમાં બહારનો ખોરાક ખાય છે અથવા દર બીજા દિવસે બહારનું ખાવાનું ખાય છે. જેના કારણે તેમના શરીર પર અસર થઈ શકે છે.


વજન નથી તપાસતા


ઘણા લોકો નિયમિત રીતે તેમનું વજન તપાસતા નથી. ત્યારે તેઓ તેમના વજનને વધારવા અથવા ઘટાડવા વિશે સાચી માહિતી મેળવી શકતા નથી. જો નિયમિતપણે વજન તપાસો તો તે વજન ઘટાડવા કે વધારવાનું નક્કી કરી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application