અમેરિકાએ લાદેલ ટેરિફના કારણે ભારતમાં અનેક ઉદ્યોગોને અસરગ્રસ્ત થશે. જેમાં હીરા ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ અને આઈફોન વગેરે ક્ષેત્રે અસર થવાની સંભાવના દર્શવાઈ રહી છે. પરંતુ ભાવનગરના જે હીરા ઉદ્યોગ પર લાખો લોકો નભે છે, તેના ઉપર મંદી જેવા મહોલના વાદળો વધુ ઘેરા બનશે કે કેમ તેવો મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.
વિશ્વની મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના અનેક દેશો માથે ટેરિફ નાખવામાં આવ્યો છે. ત્યારે ભારત પર પણ ટેરિફ નાખતા કેટલીક ચીજો પર તેની સીધી અસર થવાની છે. અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ નિકાસ થનાર ચીજોમાં ભાવનગર શહેરના હીરા ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના હીરા અને ઘરેણાં બનાવવા માટે ઉપયોગમાં આવતા હીરા બંનેની માંગ અમેરિકામાં રહે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી મંદીનો સામનો કરી રહેલા ગુજરાતના હીરા ઉદ્યોગમાં આ ટેરિફ વધારે માઠી અસર પહોંચાડી રહ્યો છે. આમ, પહેલા કેટલો ટેરિફ હતો અને હવે લાદેલ ટેરિફની ભાવનગર હીરા ઉદ્યોગ પર કેવી અસર પડી શકે છે તે વિશે ભાવનગર ડાયમંડ એસોસિએશનના ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, ’ ટેરિફ વિશે જણાવીએ તો પહેલા હીરા ઉપર ઝીરો ટકા (૦%) ટેરિફ હતો અને જ્વેલરીમાં છ ટકા (૬%) ટેરિફ હતો, ત્યાં સીધો વધારો થયો છે. ઝીરો ટકા વાળા હીરા ઉપર હવે ૨૬ ટકા ટેરિફ આવી ગયો છે, જ્યારે ૬ ટકાવાળા જ્વેલરી સાથેના હીરા ઉપર ૩૨ ટકા ટેરિફ આવ્યો છે.
પરિણામે બજારમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. વેપારીઓએ નવું કામ બંધ કરી દીધું છે. જો આ અસર લાંબી ચાલશે તો હીરા ઉપર તેની માઠી અસર થશે. આ અસર ક્યાં સુધી રહી શકે તે કહી શકાય નહીં અને વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે.’ ભાવનગર શહેર અને જિલ્લામાં રત્ન કલાકારોને રોજીરોટી હીરા દ્વારા મળી રહે છે ત્યારે આ મુદ્દે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ’ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ સુધી અંદાજે બે લાખ જેટલા લોકોને રોજગારી હીરામાંથી મળી રહી છે. જો કે મંદીના કારણે કેટલાક લોકો માઈગ્રેટ જરૂર થયા હશે. અત્યારે હીરાનો ધંધો કોઈ શીખતા નથી એટલે કે નવો હીરા ઘસનાર રત્ન કલાકાર મળી રહ્યો નથી.
જો આમને આમ ચાલશે અને ટેરિફના કારણે માંગ નહીં રહે, તો હીરાના ધંધામાં હજુ ઘટાડો આવી શકે છે.’અમેરિકાએ જીકેલા ટેરિફના પગલે ભાવનગર શહેર અને જિલ્લામાં હીરાના વેપારીઓ અસમંજસમાં મુકાઈ ગયા છે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં શું સ્થિતિ થશે તે અત્યારે કહેવું યોગ્ય નથી. હજી ટેરિફ આવ્યાને બે દિવસ થયા છે, તેની અસર શું આવે છે તે જોવું રહેશે. હાલમાં તો બધાએ કામ બંધ કર્યું છે, કારણ કે જે માલ મોકલીએ છીએ તેના પર ૨૫ ટકા ભાવ વધી જવાનો છે. જેથી અમેરિકામાં ખરીદી થાય છે કે કેમ તેના ઉપર આધાર છે. એટલે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે અમેરિકામાં હીરાની માંગ રહે છે કે કેમ.?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech