ધ્રોળ માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણી: ૯ નવેમ્બરે મતદાન થશે

  • August 22, 2023 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ વિભાગની કુલ ૧૬ બેઠક માટે જંગ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ૧૬ બેઠક માટેની ચૂંટણી અન્વયે આગામી તા. ૯-૧૧-ર૦ર૩ ના મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તા. ૧૦ ના મત ગણતરી થશે.
ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ-ધ્રોળની હાલની કમિટીની મુદ્ત પૂરી થવા જઈ રહી છે. આથી નવી ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠક, વેપારી વિભાગની ૪ બેઠક માટે સહકારી-ખરીદ વેંચાણ મંડળીઓના મત વિભાગની બે બેઠક મળી કુલ ૧૬ બેઠક માટે ચૂંટણી યોજાશે. જેમાં તા. ર૯-૧૦-ર૦ર૩ ના સવારે ૧૧ થી સાંજે પાંચ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો આપવામાં આવશે. તા. ૩૦-૧૦-ર૦ર૩ ના ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. તા. ર-૧૧-ર૦ર૩ ના ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. તા. ૯-૧૧-ર૦ર૩ ના સવારે ૯ થી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને બીજા દિવસે તા. ૧૦ ના મતગણતરી હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application