ધ્રોલ : વિમેન સાયન્સ કલબનો “આવું કેમ...?” વિષય સાથે પ્રારંભ

  • October 09, 2023 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર, ધ્રોલ દ્વારા શ્રી એમ.ડી.મહેતા મહિલા મંડળ, ધોલને સાથે રાખી ધ્રોલની વીમેન સાયન્સ કલબની બહેનો માટે “આવું કેમ ?" વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમના પહેલા સેશનમાં કલબમાં થવાની પ્રવૃતિઓ વિશેની વિગતો અને ભુતપૂર્વ વિમેન સાયન્સ કલબની બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા ઉદઘાટન કરવામાં આવેલું. બીજા સેશનમાં વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલના પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો.સંજય પંડ્યા દ્વારા નવરાત્રીનું વૈજ્ઞાનિક મહત્વ, ધાર્મિક વ્યવહારોમાં ઉદભવતા પ્રશ્નોમાં “આવું કેમ ?” તેવી અનુભૂતિ થાય છે, તેનું ધાર્મિક મહત્વ અને વૈજ્ઞાનિક મહત્વ પર દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી વ્યાખ્યાન આપવામાં આવ્યુ. કાર્યક્રમના અંતે મહિલા બહેનોએ આ વિષય સંદર્ભે ઉદભવતા પ્રશ્નોની ચર્ચા અને તેનું નિરાકરણ મેળવેલ.


આ ક્લબનો હેતુ ઘર કામક્ષેત્રે સંકળાયેલી ગૃહિણીઑમાં વૈજ્ઞાનિક સમજ આવી પ્રવૃતિઓ થકી વિકસાવવાનો છે. આગામી માર્ચ મહિનાસુધીમાં દર મહિનાના બીજા રવિવારે સવારે 10:00 થી 12.00 ખાધ પદાર્થમાં થતી ભેળસેળની ઘરેલુ ચકાસણી તાલીમ, કિચન ગાર્ડનની તાલીમ, ઇકોફ્રેન્ડલી હાઉસ રાખવાના દેશી નુસખા, ધર્મ અને વિજ્ઞાન પર ચર્ચા અને ટેક્નોલૉજી સુસજ્જ નારી જેવા વિષયો પર તાલીમ આપવામાં આવશે અને વર્ષના અંતે “નારી રત્ન એવોર્ડ” અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. તો વધુમાં વધુ મહિલા બહેનો આ ક્લબમાં સામેલ થાય તેવો અનુરોધ સંસ્થાના ચેરમેનશ્રી, શ્રી એમ.ડી.મહેતા મહિલા મંડળના પ્રમુખશ્રી, સંસ્થાનાં સેક્રેટરીશ્રી કરેલ છે. આ વિમેન સાયન્સ કલબમાં સામેલ થવા આપ ડો.સંજય પંડ્યા (૯૯૭૯૨૪૧૧૦૦) અને વિજ્ઞાનકેન્દ્ર (૯૪૯૯૫૬૪૪૮૧) સંપર્ક કરી શકો છો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application