રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વધુ બે નાની માછલીઓ વીંધાઈ છે. જેમાં આજે PI જે.વી.ધોળા તથા વી.એસ. વણઝારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજકોટ TRP અગ્નિકાંડના કેસમાં તત્કાલીન PI વી.એસ.વણઝારા અને તત્કાલીન પીઆઇ જે.વી.ધોળાને સસ્પેન્ડ કરાયા છે. SITની તપાસ બાદ DGPએ સસ્પેન્શનનો આદેશ કર્યો છે. અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં બે પોલીસ ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. 2021માં આ બંને પીઆઈ રાજકોટમાં હતા. જેના માટે એસઆઈટીએ બંનેની જવાબદારી ફિક્સ કરી.
25 મેના રોજ સર્જાઈ હતી દુર્ઘટના
સમગ્ર મામલાની વાત કરીએ તો 25 મે 2024ના રોજ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટના ઘટી હતી. જેમાં 27 લોકોના મોત નિપજ્યા હતા. ગેમઝોનમાં મૃતક પ્રકાશ જૈન 60 ટકાનો ભાગીદાર હતો. જ્યારે યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ 15-15 ટકાના ભાગીદાર હતા. યુવરાજસિંહ સોલંકીને 1 લાખનો પગાર પણ મળતો. જ્યારે જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજા 10-10 ટકાના ભાગમાં હોવાનું સામે આવ્યું હતું.
આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની હતી. પોલીસે આ મામલે આઈ.પી.સી કલમ 304, 308, 337, 338, 114 મુજબ કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMજામનગરની ચકચારી લૂંટના મુખ્ય આરોપીને જામીન ઉપર મુકત કરતી કોર્ટ
April 03, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech