કમઢિયાનો ધવલ ભુવો દાણા જોવાની પાટની બદલે જુગારપાટમાં પકડાયો

  • January 22, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 લોકોની શ્રધ્ધા સાથે રમત રમતા ભુવાઓની ધતિંગ લીલા અનેક વખત ખુલી પડી છે, એમ છતાં લોકો હજુએ અધં શ્રધ્ધાની દુનિયામાં ગળાડૂબ જોવા મળી રહ્યા છે. ગોંડલના કમઢીયાળામાં મામા દેવાના નામે મોટી સંખ્યામાં માણસો ભેગા કરી ધૂણવાનું અને દાણા ફેંકી એકી બેકીના વધવા આપી સૌ સારાવાના થઇ જશે એવા બોલ આપતો ધવલ મનજીભાઇ ઘેડીયા ઉર્ફે ધવલ ભુવો ગઈકાલે રાવકીમા વાડી વિસ્તારમાં ચાલતા જુગારધામની પાટ પર બેસી પત્તા ટીચતાં એલસીબીના હાથે ઝડપાઇ જતા પોલીસે ગુનો નોંધ્યો છે.
લોધિકાના રાવકી ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ ઉપર રાજકોટ એલસીબીની ટીમ ત્રાટકતા સાત જુગારીઓને રોકડ, નવ મોબાઈલ અને ત્રણ મોબાઈલ સહીત .૧૬,૩૫,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દા–જુગારની પ્રવૃતિઓને નાબૂદ કરવા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહએ સૂચના આપી હોય જેના પગલે પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પો.કોન્સ.ભાવેશભાઈ મકવાણાને ચોક્કસ બાતમી મળી હતી કે, રાવકી ગામની સીમમાં આવેલી ખોડા બાબુભાઈ ફાચરા વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડી રહ્યો છે, જે બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી વાડી માલીક ખોળા ઉર્ફે ખોડીદાસ બાબુભાઇ ફાચરા, ધવલ ઘુસાભાઇ સખીયા (રહે–સાધુવાસવાણી રોડ, અતુલ્યમ ગોલ્ડ), ભુપેન્દ્રસિંહ ઉર્ફે રવુભા ભોજુભા જાડેજા (રહે–રાવકી), દિનેશ પુના પાનસુરીયા (રહે–મંગલમ પાર્ક, મવડી ગામ), ગૌતમ વિનુભાઈ લંગાળિયા (રહે–ઉમિયાચોક, જલજીત શેરી નં–૯ની બાજુમાં), ધવલ મનજીભાઇ ગેડીયા (રહે શ્રી પેલેસ, બાપા સીતારામ ચોક), કાનજી કાળુ બાંભવા (રહે–રૈયાગામ)ને ઝડપી પાડી તમામ સામે ગુનો નોંધ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News