બે મિનિટથી વધુ લાંબુ ટ્રેલર રીલીઝ, 12 જાન્યુઆરીથી ફિલ્મ સિનેમાઘરોમાં
ધનુષની ફિલ્મ કેપ્ટન મિલરનું ટ્રેલર આવી ગયું છે. ફિલ્મનું ટ્રેલર બે મિનિટથી વધુ લાંબુ છે, જેમાં આઝાદી પહેલાના ભારત પર આધારિત ડ્રામા બતાવવામાં આવ્યો છે.
ટ્રેલર પરથી જ લાગી રહ્યું છે કે આ ફિલ્મ વર્ષ 2024ની પહેલી સૌથી મોટી ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મ 12 જાન્યુઆરીના રોજ વર્લ્ડવાઈડ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સાઉથની ફિલ્મો માટે સંક્રાતિ વીકએન્ડ બહુ મોટો હોય છે એવું જ જેમ હિન્દી ફિલ્મો માટે આ દિવાળી સપ્તાહ હોય. દરેક મોટી ફિલ્મ આ સમયમાં રીલીઝ થાય એમ મેકર્સ ઈચ્છે છે. 'કેપ્ટન મિલર' પણ સંક્રાંતિ પર આવી રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝના એક અઠવાડિયા પહેલા આવી ગયું છે.
કેપ્ટન મિલરનું ટ્રેલર બે મિનિટથી વધુ લાંબુ છે,ફિલ્મમાં ધનુષ ડાકુ છે, સૈનિક છે કે બચાવનાર? ટ્રેલરમાં આના ઘણા પાસાઓ જોવા મળ્યા છે.બ્રિટિશ શાસિત ભારતમાં બનેલા ટ્રેલરમાં ઘણા ફાઇટ સીન પણ જોવા મળે છે, જેમાં ધનુષ ખતરનાક એક્શન કરતો જોઈ શકાય છે. તે પોતાના ગામ અને તેની ખાણને બચાવવા માટે અંગ્રેજો સામે લડતા જોઈ શકાય છે. પરંતુ અંતે ટ્વિસ્ટ એ છે કે ધનુષ એક સમયે અંગ્રેજો સાથે સૈનિક તરીકે કામ કરતો હતો અને તેને કેપ્ટન મિલર કહેવામાં આવતો હતો.
ધનુષની આ ફિલ્મનું નિર્દેશન અરુણ માથેશ્વરન દ્વારા કરવામાં આવ્યું છે. ધનુષ ઉપરાંત પ્રિયંકા અરુલ મોહન, શિવરાજ કુમાર, નિવેદિતા સતીશ, વિનાયકન અને સંદીપ કિશન જેવા સ્ટાર્સ 'કેપ્ટન મિલર'માં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ 12 જાન્યુઆરીના રોજ વર્લ્ડવાઈડ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
થોડા દિવસો પહેલા 'કેપ્ટન મિલર' પણ તેના સેન્સર સર્ટિફિકેટના કારણે ચર્ચામાં રહી હતી. સીબીએફસીએ ફિલ્મમાં કુલ 14 ફેરફાર કર્યા છે. આમાં મ્યૂટ શબ્દોથી લઈને એક્શન સીન દૂર કરવા સુધીની સૂચનાઓ શામેલ છે. ક્લાઈમેક્સમાંથી ચાર મિનિટનો ભાગ પણ કાઢી નાખવામાં આવ્યો છે. બોર્ડ કહે છે કે તે વિઝ્યુઅલ ખૂબ હિંસક હતા. જણાવી દઈએ કે 'કેપ્ટન મિલર' માત્ર એક ફિલ્મ તરીકે રિલીઝ થશે નહીં. નિર્માતાઓ તેને ત્રણ ફિલ્મોની ફ્રેન્ચાઇઝીમાં ફેરવવાની યોજના ધરાવે છે. આગામી બે ફિલ્મો ક્યારે આવશે, તેનું ભવિષ્ય આ ફિલ્મ પરના રિસ્પોન્સ પર નિર્ભર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMગરમ પાણી કે ચાના થર્મોસમાંથી દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઉપાય
January 22, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech