રાજકોટ મહાનગરપાલિકાની ગોકુલનગર આવાસ યોજનામાં કથિત કૌભાંડ કરી પરિવારજનોના નામે આવાસો મેળવ્યાના મુદ્દે ભાજપના કોર્પેારેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતર સામે વિવાદ સર્જાતાં આ મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ આકરો નિર્ણય લઇને આજે લિગલ કમિટીના ચેરપર્સન પદેથી દેવુબેન જાદવનું રાજીનામું લઇ લીધું છે તેમજ આગામી દિવસોમાં યાં સુધી આ કથિત કૌભાંડની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી દેવુબેન જાદવ અને વજીબેન ગોલતર બન્નેને મહાનગરપાલિકા કચેરીમાં પ્રવેશવા ઉપર તેમજ પક્ષના તથા સરકારી કાર્યક્રમોમાં આવવા ઉપર શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ પ્રતિબધં મુકયો છે.
વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ગોકુલનગર આવાસ યોજના કવાર્ટર્સના કથિત કૌભાંડ સામે આજે શહેર ભાજપ પ્રમુખ આકરા પાણીએ થયા હતા અને રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૬ના કોર્પેારેટર તેમજ કાયદો અને નિયમોની સમિતિના ચેરપર્સન દેવુબેન મનસુખભાઇ જાદવ પાસેથી કાયદો અને નિયમોની સમિતિનું ચેરપર્સન પદ ઉપરથી રાજીનામુ લઇ લેવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે તૈયાર કરવામાં આવેલ ગોકુલનગર આવાસ યોજના કવાર્ટર્સમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૬ના કોર્પેારેટર દેવુબેન મનસુખભાઈ જાદવના પતિ મનસુખભાઇ જાદવ દ્રારા કરવામાં આવેલ કથિત કૌભાંડના મામલાના અનુસંધાને કડક કાર્યવાહીના ભાગપે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી દ્રારા કોર્પેારેટર દેવુબેન મનસુખભાઇ જાદવ પાસેથી રાજકોટ મહાનગરપાલિકાની કાયદો અને નિયમોની સમિતિનું ચેરમેનપ આંચકી લેવામાં આવ્યું હતું. વિશેષમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ જણાવ્યુ હતું કે, આવાસ યોજના કવાર્ટર્સના આ કથિત કૌભાંડમાં સંડોવણી સાબિત થયે ભારતીય જનતા પાર્ટી દ્રારા સંબંધિત સામે શિસ્તભગં અંગેના વધુ આકરા પગલા લેવામાં આવશે
હવે શું કરવાનું ? સમગ્ર મામલો પ્રદેશમાં પહોંચ્યો
આવાસ યોજના ના કવોટર્સની ફાળવણીમાં કથિત કૌભાંડ મામલે ભારે વિવાદ સર્જાતા હવે આ મામલે શું કરવું તે અંગે પ્રદેશનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી દ્રારા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને વિસ્તૃત પત્ર પાઠવીને સમગ્ર બનાવ અને ઘટનાક્રમથી વાકેફ કરવામાં આવ્યા છે.
ભાજપ આગળ! કોંગ્રેસ રજૂઆત કરે તે પૂર્વે રાજીનામું
રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાના કવાર્ટર્સની ફાળવણીમાં કથિત કૌભાંડનો મામલો વિપક્ષ કોંગ્રેસ ચગાવે તે પૂર્વે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ સતર્કતા દાખવી આજે રાજીનામુ લઇ લીધું હતું. બન્યું એવું કે ભાજપ કાર્યાલયએ રાજીનામુ પહેલા લેવાય ગયું અને કોંગ્રેસની રજુઆત ત્યાર બાદ થઇ
મ્યુનિસિપલ કમિશનરને સાંજ સુધીમાં તપાસ રિપોર્ટ આપવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની સૂચના
રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનામાં કવાર્ટર ફાળવણીના કથિત કૌભાંડ મામલેની તપાસમાં ભાજપના બે કોર્પેારેટરના નામ ઉછળતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી આ મામલે ખૂબ જ આક્રમક થયા છે અને સમગ્ર પ્રકરણની તપાસનો રિપોર્ટ આજે સાંજ સુધીમાં આપવા તેમણે મ્યુનિસિપલ કમિશનરને સુચના આપી હોવાનું જાણવા મળે છે. કોઈપણ પ્રકારની ગેરશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે તેવું સ્પષ્ટ્ર જણાવ્યું હતું અને ઉમેયુ હતું કે આગામી દિવસોમાં વધુ આકરા પગલા તોળાઇ રહ્યા છે. પક્ષની પ્રતિા ને નુકસાન પહોંચે તેવી પ્રવૃત્તિ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય તેવો નિર્દેશ તેમણે વ્યકત કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech