રાહા બાદ હવે દેવી, ક્યુટ તસ્વીરોએ ફેન્સને કર્યા દિવાના

  • December 27, 2023 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકતરફ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે દીકરી રાહાનો ચહેરો દુનિયાને બતાવ્યો તો બીજી તરફ બિપાશા બાસુએ પણ ક્રિસમસ પર પોતાની દીકરી દેવીની એક ખાસ તસવીર શેર કરી છે.લાલ ક્યુટ ડ્રેસમાં દેવી એકદમ પરી જેવી લાગી રહી છે.જો કે બિપાશા બાસુએ આ પહેલા પણ દેવીની ઝલક સોશિયલ મીડિયા પર બતાવી છે. ક્રિસમસના દિવસે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પહેલી વખત તેની દીકરી રાહાનો ચહેરો દુનિયાને બતાવ્યો હતો. દરેક જગ્યા પર રાહા વિશે વાત ચાલી રહી હતી અને લોકો તેની તસવીર જોઇને અલગ અલગ કોમેન્ટ કરીને કહી રહ્યા હતા રાહા તેના પરિવારમાંથી કોના જેવી દેખાઈ રહી છે. 

એવામાં બીજી તરફ બિપાશા બાસુએ પણ ક્રિસમસ પર પોતાની દીકરી દેવીની એક ખાસ તસવીર શેર કરી છે. જો કે, બિપાશાએ ક્રિસમસ પર પ્રથમ વખત તેની પુત્રીની તસવીર શેર કરી નથી,આ પહેલા પણ ઘણી વખતે તેને દીકરીની ઝલક બતાવી છે. બિપાશા બાસુએ સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરમાં તેની દીકરીનો ચહેરો સાઈડથી દેખાઈ રહ્યો છે. લાલ ડ્રેસમાં દેવી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. બિપાશા અને કરણ સિંહ ગ્રોવરની દીકરીની આ તસવીર પર સામાન્ય લોકોની સાથે ઈન્ડસ્ટ્રીના મિત્રોએ પણ ઘણો પ્રેમ વરસાવ્યો છે. આ પોસ્ટમાં લોકો કોમેન્ટ કરીને બિપાશાની દીકરીને ક્યૂટ કહી તો ઘણા લોકો તેની દીકરીને બાર્બી ડોલ પણ કહી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application