ડેવિલ્સ બ્રીથ... એક એવી દવા જેને સૂંઘતા જ લોકો આપી દેશે પૈસા, ઘરેણાં...અને બધું જ

  • May 18, 2024 05:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં બાંગ્લાદેશમાં ગુંડાઓએ નવી રીતે છેતરપિંડી શરૂ કરી છે. જેમાં તેઓ કોઈ વ્યક્તિ પાસે તેનું સરનામું પૂછવા જાય છે અથવા અન્ય કોઈ બહાને તેની પાસેથી તમામ દાગીના અને પૈસા લઈ જાય છે. ખાસ વાત એ છે કે વ્યક્તિ પોતાની બધી વસ્તુઓ તેને સોંપી પણ દે છે. આ ચમત્કાર ઠગનો નથી પણ દવાનો છે. જેને શૈતાની શ્વાસ પણ કહેવામાં આવે છે.


છેતરપિંડી કરવાની નવી રીત


છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશમાં ડ્રગના માધ્યમથી છેતરપિંડી આચરવામાં આવી રહી છે. જેમાં કાગળ કે કોઈ વસ્તુ પર દવા લગાવીને ત્યાંથી પસાર થતા લોકોને સરનામું પૂછવાના બહાને તેમને આ દવા સૂંઘાડવામાં આવે છે. તેને સૂંઘવાની થોડી જ સેકન્ડોમાં વ્યક્તિ બેભાન થઈ જાય છે. પછી તે વ્યક્તિ પાસેથી ઘરેણાં અને તેની પાસે હોય તે તમામ વસ્તુઓની માંગ કરવામાં આવે છે. નવાઈની વાત એ છે કે બધુ જાણવા છતાં તે વ્યક્તિ તેની તમામ કિંમતી ચીજવસ્તુઓ છેતરપિંડી કરનારાઓને સોંપી દે છે અને જ્યાં સુધી તે ભાનમાં આવે ત્યાં સુધીમાં આખો ખેલ ખતમ થઈ જાય છે.


અહેવાલ મુજબ ડેવિલ્સ બ્રેથ બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે. એક પાવડર અને બીજું પ્રવાહી. જેને સ્કોપોલામિન પણ કહેવામાં આવે છે. ગુનાહિત ઈરાદા ધરાવતા લોકો આ દવાને કાગળ, કપડા, હાથ કે મોબાઈલ સ્ક્રીન પર લગાવી શકે છે અને તેની સુગંધથી કોઈના પણ મનને થોડા સમય માટે નિયંત્રિત કરી શકે છે. બાંગ્લાદેશ પોલીસ પણ આ દવા દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડીના કિસ્સા સાંભળીને કંઈ સમજી શકી ન હતી, જોકે કોર્ટના આદેશ પર CIDની તપાસમાં આ ડ્રગનો પર્દાફાશ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News