દેવળીયાના યુવાન પર ત્રણ શખ્સો દ્વારા હુમલો

  • June 19, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા અરજનભાઈ કાનાભાઈ ડૂવા નામના 45 વર્ષના આહિર યુવાન પોતાના ખેતરની બાજુના શેઢા પર માટી (મોરમ) નાખતા આ મોરમ (માટી) નહીં નાખવા તેમજ અગાઉના મનદુઃખનો ખાર રાખીને આરોપી પુંજાભાઈ આલાભાઈ ડુવા, નથુ આલાભાઈ ડુવા અને કેશુર આલાભાઈ ડુવા નામના ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ ધારીયા તથા કુહાડા વડે હુમલો કર્યો હતો.


આરોપીઓ દ્વારા બિભત્સ ગાળો કાઢી, ઈજાઓ કરવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં અરજણભાઈ કાનાભાઈની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.


ખંભાળિયાનો શખ્સ પિસ્તોલ તથા કાર્ટિઝ સાથે ઝડપાયો



ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા બોદુ મામદ ઈશા ગજ્જણ નામના 28 વર્ષના સંધિ મુસ્લિમ શખ્સને એસ.ઓ.જી. પોલીસે પાસ પરવાના વગરની દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા બે નંગ 32 એમ.એમ.ના જીવતા કાર્ટિઝ સહિત કુલ રૂપિયા 15,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, તેની સામે હથિયાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.


ભાણવડમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝબ્બે



ભાણવડ તાલુકાના જસાપર ગામ પાસેથી પોલીસે જાહેરમાં ગંજીપતા વડે તીનપતી નામનો જુગાર રમી રહેલા અરજણ જગા કરમુર, સુખા ખીમા ધંધુકિયા, ગોવા ભીખા ગાગલીયા, ભીખા નાથા ભોચીયા અને આલા વરવા સાંજવાને ઝડપી લઇ, કુલ રૂપિયા 13,680 નો મુદ્દામાલ કબજે કરી, જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application