પ્રદર્શન મેદાનના લોકમેળામાંથી 65 કીલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ

  • September 13, 2023 11:00 AM 

જામનગર શહેરની મીઠાઇઓની અનેક દુકાનો ચેકીંગ: સ્વચ્છતા જાળવવા તાકીદ


શ્રાવણ માસ ના તહેવાર ને અનુલક્ષીને ને જામનગર મહાનગરપાલિકા ની ફૂડ શાખા ની ટીમ દ્વારા ખાસ કરી ફરસાણ,નમકીન વિક્રેતાઓને અલગ અલગ વિસ્તાર એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા,એપ્રોન કેપ-ગ્લોવ્ઝ ચેકિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં એચ.જે.વ્યાસ, સેન્ટ્રલ બેંક પાસે, ચંદુલાલ છોટાલાલ મીઠાઇવારા મહાલક્ષ્મી ચોક, ન્યુ જામ વિજય ફરસાણ સેન્ટ્રલ બેંક પાસે, વ્યાસ  વ્યાસ મીઠાઇવાલા, દીલીપ ડેરી, ત્રવાડી સ્વીટ બર્ધન ચોક રોડ, ન્યુ જામ વિજય સ્વીટ માર્ટ સેન્ટ્રલ બેંક, નવકાર સ્વીટ  ફરસાણ-પંચેસ્વર ટાવર રોડ, રવરાઈ સ્વીટ નમકીનમાં ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી.


આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા આયોજીત જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ  મેળામાં જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ દ્વારા વહેલી સવારે ચેકિંગ કામગીરી દરમિયાન, ક્રીશ્નરાજ રેસ્ટોરન્ટ - 3 કિલો ગ્રેવી  વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે. આશાપુરા પાઉંભાજી  - 3કિલો બોઈલ બટેટાવાસી જણાતા સ્થળ પર નાશકરાવેલ છે. ગુજરાત કચ્છી સ્નેક દાબેલી - 1 કિલો દાબેલી મસાલો વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે. તેમજ એફ.એસ.ઓ.દ્વારા બ ઈન્સ્પેક્શન દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ની બહાર આવેલ કુલ 40 ખાદ્ય વિક્રેતા ને ત્યાંથી 65 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાવેલ છે.

જામનગર મહાનગરપાલિકા આયોજીત જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળા તથા નાગેશ્વર રંગમતી નદી પટ મા યોજાતા મેળામા તદન હંગામી રજીસ્ટ્રેશન/લાયસન્સ ની કુલ ા. 24,900 ફી વસુલાત કરી જે.એમ.સી.તિજોરી ખાતે જમાં કરાવેલ છે. આ કાર્યવાહી ડીએમસી ભાવેશ જાનીની સૂચનાથી ડી.બી. પરમાર, નિલેશ જાસોલીયાએ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application