ગુંદાવાડીમાં 170 કિલો વાસી ફરસાણનો નાશ: રોયલ બાઇટ રેસ્ટોમાં એક્સપાયરી વિતાવેલા પદાર્થો મળ્યા

  • November 10, 2023 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શ્રીજી નીલકંઠ ફૂડ, ગુંદાવાડી મેઇન રોડ, લાકડિયા પુલ પાસે, રાજકોટની તપાસ કરતાં સ્ટોર રૂમ સંગ્રહ કરેલ વિવિધ ખાધ્યચીજો જેવી કે વોશિંગ સોડાનો ઉપયોગ કરી બનાવેલ ચંપાકલી ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા આશરે 90 કિલો, વાસી બુંદી, ચેવડો, આશરે 80 કિલો મળીને અખાધ્ય ફરસાણનો અંદાજીત કુલ 170 કિલો જથ્થો નાશ કરેલ તેમજ યોગ્ય સ્ટોરેજ, હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.

તદ્દઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ધ રોયલ બાઇટ રેસ્ટો સ્થળ:-વેસ્ટ ગેટ-+, રાજકોટની તપાસ કરતાં જોવા મળેલ એક્સપાયરી ડેટ વીતેલના 3 મહિના બાદ પણ ઉપયોગમાં લેવાતા પેક્ડ ખાધ્યચીજો સોયા સોસની પેક્ડ બોટલ, વાસી પ્રિપેડ ફૂડ જેવા કે સંભારો, સલાડ, ચટણી વગેરેનો મળીને આશરે કુલ 13 કિલો નાશ કરેલ તેમજ યોગ્ય સ્ટોરેજ, હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ શહેરના પેડક રોડ તથા કોઠારીયા રોડ થી સોરઠિયાવાડી સર્કલ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 40 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 10 ધંધાર્થિને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 25 નમૂનાની સ્થળ પર ચકાસણી કરી હતી જેમાં (1) અક્ષર ગાંઠિયા ફરસાણને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2)સોમનાથ પૂરી શાકને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3)મધુર બેકરીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4)જય મુરલીધર દાળપકવાનને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (5)કનૈયા દાળપકવાનને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (6)રામેશ્વર બેકરીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (7)જલારામ ખમણને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (8)રાધેક્રિષ્ના ખમણને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (9)સંતોષ દાળ પકવાનને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)સંતોષ ઘૂઘરાને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તથા (11) શ્રીનાથજી ફરસાણ (12) શ્રીજી ગાંઠિયા (13)વરીયા ફરસાણ (14)શ્રીજી આઇસ્ક્રીમ (15)પટેલ ખમણ (16)અવધ ડેરી ફાર્મ (17)ચિલ્ડ હાઉસ (18)હરે રામ હરે ક્રુષ્ણ ડેરી ફાર્મ (19)શિવશક્તિ ડેરી ફાર્મ (20)ગણેશ ડેરી ફાર્મ (21)પટેલ વિજય ફરસાણ (22)ક્રિષ્ના બેકરી (23)જય ભવાની શીંગ (24)ગોકુલ ડેરી ફાર્મ (25)કિશન પ્રોવિઝન સ્ટોર (26) સોનલ ખમણ (27)યોગેશ્વર ડેરી ફાર્મ (28)અશોક વિજય ડેરી ફાર્મ (29)સિલ્વર બેકરી કેક શોપ (30)મુરલીધર ફરસાણ (31)દિલીપ ડેરી (32)સત્યમ ડેરી (33)ઘનશ્યામ પેંડાવાલા (34)જય કિશન ડેરી ફાર્મ (35)કનૈયા ડેરી ફાર્મ (36)સુધાંગ ડેરી ફાર્મ (37)ન્યુ ભારત ફરસાણ (38)અનમોલ ફરસાણ (39)જલારામ ફરસાણ (40)રાધેશ્યામ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવી હતી.

જ્યારે નમુના લેવાની કામગીરીમાં ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 10 નમૂના લેવામાં આવ્યા હતા જેમાં (1) માવાના પેંડા (લુઝ): સ્થળ- સુરેશ સ્વીટ માર્ટ, શાંતિનગર મેઇન રોડ, રૈયાધાર રાજકોટ, (2) ચાટપુરી (ફરસાણ- લુઝ): સ્થળ- સુરેશ સ્વીટ માર્ટ, શાંતિનગર મેઇન રોડ, રૈયાધાર રાજકોટ. (3) હળદર પાઉડર (લુઝ): સ્થળ- સૌરાષ્ટ્ર ફૂડ પ્રોડક્ટ, શાંતિનગર મેઇન રોડ, રૈયાધાર, રાજકોટ. (4) શ્વેતા બ્રાન્ડ કોથમરી મરચાં ખાખરા (200 ગ્રામ પેક્ડ): સ્થળ- સૌરાષ્ટ્ર ફૂડ પ્રોડક્ટ, શાંતિનગર મેઇન રોડ, રૈયાધાર, રાજકોટ. (5) ચણાનો મેસુબ (લુઝ): સ્થળ- કૈલાશ ફરસાણ  સ્વીટ્સ, પંચાયત ચોક, યુનિ રોડ, રાજકોટ (6) તીખા ગાંઠિયા (લુઝ): સ્થળ- કૈલાશ ફરસાણ  સ્વીટ્સ, પંચાયત ચોક, યુનિ રોડ, રાજકોટ. (7) જલેબી (લુઝ): સ્થળ- રાજ શક્તિ ફરસાણ, પંચાયત ચોક, યુનિ રોડ, રાજકોટ. (8) ચવાણું (લુઝ): સ્થળ- રાજ શક્તિ ફરસાણ, પંચાયત ચોક, યુનિ રોડ, રાજકોટ. (9) બદામ (લુઝ): સ્થળ- વ્રજ ડ્રાયફૂટ એન્ડ ચોકલેટ, યુનિ રોડ, પંચાયતનગર બસ સ્ટેન્ડ, રાજકોટ અને (10) મસાલા કાજુ (લુઝ): સ્થળ- જલારામ શીંગ એન્ડ ફરસાણ, પંચાયત ચોક, યુનિ રોડ, રાજકોટ સહિતના સેમ્પલનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application