વોર્ડ નં.૧૭ તથા ૧૮માં સ્વચ્છતા ઝુંબેશ, રોજીંદી સફાઇ થતી હોવા છતાં ૯૭ ટન કચરો નીકળ્યા

  • September 30, 2023 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૨જી ઓકટોમ્બર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમીતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણી કરવામાં આવે તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છ ભારત દિવસ–૨૦૨૩ની પ્રસ્તાવના તરીકે સ્વચ્છતા હી સેવાના પખવાડીયાનું આયોજન તા.૧૫૦૯૨૦૨૩ થી તા.૦૨૧૦૨૦૨૩ સુધી કરવામાં આવેલ છે. જેમાં, વન ડે ટુ વોર્ડ એટલે કે એક દિવસે બે વોર્ડમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. આ સ્વચ્છતા ઝુંબેશમાં વોર્ડ વાઈઝ આવતા જાહેર સ્થળો જેવા કે, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, પર્યટન સ્થળો, બગીચાઓ, ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો વગેરે સ્થળોએ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.સ્વચ્છતા ઝુંબેશની સાથોસાથ વોર્ડમાં મચ્છર ઉત્પતિવાળા સ્થળોએ ફોગીંગ,  છંટકાવ, મચ્છરના પોરાનો નાશ કરવો, પાણી ભરેલા પાત્રો હોય તો પોરાભક્ષક ગપ્પી માછલી મુકવાની કામગીરી, ડ્રેનેજ સફાઈ તેમજ વૃક્ષારોપણની કામગીરી પણ કરવામાં આવનાર છે. જે અંતર્ગતઆજરોજ તા.૩૦૦૯૨૦૨૩ના રોજ વોર્ડ નં.૧૭ અને વોર્ડ નં.૧૮માં સ્વચ્છતા ઝુંબેશની કામગીરી કરવામાં આવી. રોજીંદી સફાઇ થતી હોવા છતાં એક દિવસના કાર્યક્રમમાં વધારાનો ૯૭ ટન કચરો નીકળ્યો હતો.


કાર્યક્રમ અંતર્ગત પદાધિકારીઓ, નગરસેવકો, અધિકારીઓ, અગ્રણીઓ વોર્ડમાં ઉતરી પડયા હતાં. સફાઇના સાધનો, કામદારો સાથે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ હતી.
આ કાર્યક્રમ અંતર્ગત વોર્ડમાં કોર્પેારેટર રવજીભાઈ મકવાણા, અનિતાબેન ગોસ્વામી, કીર્તીબા રાણા, શહેર કિશાન મોરચા પૂર્વ વોર્ડ પ્રમુખ વિઠ્ઠલભાઈ અભંગી, પ્રમુખ ઇન્દ્રભા જાડેજા, પ્રભારી જેન્તીભાઈ નોંધણવદરા, મહામંત્રી અજયભાઈ જાદવ, રાજુભાઈ નોંધણવદરા, અગ્રણી જયેશભાઈ સરવૈયા, પૂર્વ વોર્ડ મહામંત્રી જગદીશભાઈ વાઘેલા, મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પરમાર, ઇલાબેન સરવૈયા, નીલમબેન ગોસાઈ, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લ ભભાઈ જીંજાળા, વોર્ડ ઓફિસર રાજેશભાઈ ચત્રભુજ, ઇન્ચાર્જ વોર્ડ ઓફિસર શૈલેષભાઈ સીતાપરા, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકર, સેનિટેશન ચેરમેન નીલેશભાઈ જલુ, વોર્ડ પ્રભારી ગેલાભાઈ રબારી, શહેર ભાજપ ઉપપ્રમુખ હિતેશભાઈ ઢોલરીયા, કોર્પેારેટરશ્રી સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, વોર્ડ પ્રમુખ શૈલેષભાઈ બુસા, વોર્ડ મહામંત્રી દિનેશભાઈ કિડીયા, મિતેશભાઇ બોરીચા, વોર્ડ કિશાન મોરચા પ્રમુખ હેમંતભાઈ કપુરીયા, શહેર કારોબારી સભ્ય નીલેશભાઈ મુંગરા સહિતના હાજર રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application