લીમડાલેન વિસ્તારમાં લાખોનો ખર્ચ ગયો પાણીમાં: વેપારીઓ-લોકો પરેશાન

  • July 24, 2023 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તંત્ર દ્વારા પાણીના નિકાલ મામલે લાખોનો ખર્ચ કર્યા પછી પણ પરિસ્થિતિ જેમને તેમ: સ્થાનિકો પરેશાન

જામનગરના હાર્દસમા અને શહેરની મઘ્યમાં આવેલા લીમડાલેન વિસ્તારમાં વરસાદના રોકાઇ જવાના કલાકો બાદ પણ ભરાયેલું પાણી જેમનું તેમ રહેતાં લોકો અને વેપારીઓ રેહન-પરેશન થઇ ગયા છે, ભૂતકાળમાં આ વિસ્તારમાં પાણી ભરાઇ જવાની સમસ્યાને લઇને ભારે હોબાળો થયા બાદ લાખો રુપિયાનો ખર્ચ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હતો અને હવે પાણી નહીં ભરાઇ એવી હૈયાધારણા આપવામાં આવી હતી પરંતુ સર્જાયેલી પરિસ્થિતિ પરથી એવું લાગે છે કે કામમાં ૧૦૦ ટકા ગોબાચારી થઇ છે અને પૈસા પાણીમાં ગયા છે.
જામનગરના લીમડાની વિસ્તારમાં વરસાદી પાણી ના નિકાલ માટે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા લાખો નો ખર્ચ કરાયો છે, પરંતુ હજુ પણ પરિસ્થિતિ જેમની તેમ છે, અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે.  જામનગરમાં લીમડા લેન વિસ્તારમાં ચર્ચના પાછળના ભાગે પાણી ભરાતા હોવાથી સ્થાનિકો દ્વારા અનેકો વખત રજૂઆતો કરવામાં આવી હતી, જેના અનુસંધાને આ વખતે જામનગર મહાનગરપાલિકા દ્વારા ૫૨ લાખના ખર્ચે હાર્વેસ્ટિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને પાણીને સીધું જમીનમાં ઉતારી દેવા માટે પાઇપલાઇન તેમજ પાણીના બોર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
 મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પાણીના નિકાલ અર્થે કરાયેલા અનેક પ્રયાસો નિરર્થક સાબિત થઈ રહ્યા છે, અને આજે પરિસ્થિતિ જેમની તેમ છે.
ચર્ચ નજીકના આસપાસના સમગ્ર વિસ્તારમાં વરસાદ રોકાઈ ગયા ને ૨૦ કલાક થઈ ગયા પછી પણ હજુ પાણી ભરાયેલા છે, અને જાણે કે નાનું સરોવર સર્જાયું હોય, તેવી સ્થિતિ છે. જેને લઇને સ્થાનિકોકપરેશન થઈ રહ્યા છે, અને આ વિસ્તાર માટે પાણીના નિકાલની યોગ્ય અને સચોટ કામગીરી થાય તેવી માંગણી ઉઠી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application