ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા યુવાન પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડતા ભરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સોનાના દાગીના મામલે માથાકૂટ થતા યુવાન પર હુમલો કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભરતનગર પોલીસ મથક ખાતે પિયુષભાઇ નટુભાઈ નારીગરા (ઉ.વ. ૩૮ ધંધો ઓટો ગેરેજ રહે. અભિનવ પાર્ક સોસાયટી બ્લોક નં.૦૮/એફ મેહુલ પાન વાળો ખાંચો માલધારી સામે)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, નિલેષભાઇ અશોકભાઇ ભુતૈયા (રહે.પંચવટી ચોક ૫૦ વારીયા સુભાષનગર) રાત્રીના આશરે પોણા દસેક વાગ્યાના અરસામાં ફરિયાદી અને તેઓના પિતાજી નટુભાઇ તથા કુટુમ્બી દાદા રમેશભાઇ માવજીભાઇ ભુતૈયા તેમજ ફૈબાનો દિકરો ભારતભાઈ કાનજીભાઇ ધોળકીયાએ ઘરે હાજર હતા. આ દરમ્યાન કુટુમ્બીભાઇ નીલેષભાઈ અશોકભાઇ ભુતૈયા કે જેઓ પોતાના મોટર સાયકલ નં. ૪૩૪૩ જે સીલ્વર કલરનુ હિરો સ્પલેન્ડર ઉપર આવેલા અને પોતાની મો.સા. અમારા ઘર પાસે ઉભી રાખી પોતે મને કાંઇ પણ બોલ્યા વગર અને હું કાઈ સમજુ એ પહેલા આ નિલેષભાઇએ પોતાની મો.સા.માંથી એક છરી કાઢી લઇ આવી આ છરીનો સીધો એક ઘા ડાબા પગની પીંડી ઉપર મારી દેતા જે છરીનો ઘા પીર્ડીની ચામડીની આરપાર નીકળી ગયો જેથી મને લોહિ નીકળવા લાગેલ અને પગના ભાગે છરી મારી પોતાના મોટર સાયકલ લઇને આ કુટુમ્બીભાઈ નીલેષ ભુતૈયા ત્યાંથી નાસી ગયો હતો. અને આ બનાવ વખતે યુવાનના પિતા નટુભાઇ તથા ફૈબાનો દિકરો ભારતભાઈ તથા દાદા રમેશભાઈ હાજર હોય જે સારવાર અર્થે સર ટી હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. આ બનાવનુ કારણ એવુ છે કે નીલેષભાઈની માતાનો સોનાનો દાગીનો જે યુવાનના પિતાને સાચવવા આપેલ હતો. પરંતુ સંજોગો વસાત આ દાગીનો તેઓના પિતાજી દ્વારા આશરે વીસેક વર્ષ પહેલા વેચેલ હતો. ત્યારબાદ તેના બદલામાં બીજો દાગીનો કરાવી આપેલ હતો. તેમ છતા આ કુટુમ્બીભાઈ નિલેષ પોતે પોતાને દાગીનો ઓછો મળેલ છે. તેવુ મનોમન માનતો હોય અને તે બાબતને લઈને યુવાનના પિતાજીને તેમજ ભાઇ પ્રશાંતને
ખોટેખોટા ફોન કરતો હોય જેથી મે કંટાળી નીલેષને કહેલ હતુ કે તું મારાં પપ્પા અને મારા ભાઈને ખોટા ફોન ન કરતો જે વાતની દાઝ રાખી યુવાન પર હુમલો કરાતા ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના પાટણ અને બનાસકાંઠા, મહેસાણામાં રાત્રે 10.15 મિનિટે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
November 15, 2024 11:10 PMકાશીની દેવ દિવાળી: 84 ઘાટો 25 લાખ દીવાઓથી ઝળહળ્યા…એક લાખ લોકોએ કરી મહા આરતી
November 15, 2024 09:28 PMઅરવલ્લી: મોડાસાના ગડાદર નજીક અકસ્માતમાં ચારના મોત
November 15, 2024 07:55 PMગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે મુંબઈમાં ચૂંટણી પ્રચાર
November 15, 2024 07:54 PMઅમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલોના ભાવ આસમાને...આટલા ટકાનો વધારો
November 15, 2024 07:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech