પાલનપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતાં બેના મોત પછી રાબેતા મુજબ તપાસના આદેશ

  • October 24, 2023 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણધીન ઓવરબ્રિજ તૈયાર થાય તે પહેલા જ તૂટી પડવાની ઘટના બની છે. જૂની આરટીઓ ઓફિસથી અંબાજી જતા ઓવરબ્રિજનો સ્લેબનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. ત્યારે ઓવરબ્રિજ તૂટી પડતા તેની કામગીરી અને મોનિટરિંગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ બ્રિજ તૂટી પડતા બે જેટલી રીક્ષાઓ અને ટ્રેક્ટર કાટમાળમાં દબાઈ ગયા છે. બે ના મોત થયા છે. આ બનાવના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તપાસ સમિતિ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા આદેશ કર્યા છે અને રિપોર્ટ આપવા જણાવ્યું છે. અત્રે નોંધવું જરૂરી છે કે વર્ષ 2021-22 દરમિયાન ગુજરાતમાં નિમર્ણિ આધીન 14 થી 15 જેટલા પૂલ બને તે પહેલા ધરાસાઈ થયા છે.


વિગતો મુજબ, પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ઓવરબ્રિજનું નિમર્ણિ થઈ રહ્યું હતું. ગઈકાલે નવરાત્રિના નવમા નોરતે એકાએક ઓવરબ્રિજનો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેક્ટર અને ઓટો રીક્ષા દબાઈ ગયા હતા. બનાવની જાણ થતા જ ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.આ પહેલીવાર નથી બન્યુ,ગુજરાતમાં આ પ્રકારે ઓવરબ્રિજ બનતા પહેલા જ તેનો સ્લેબ તૂટી પડ્યો છે. આ પહેલા અમદાવાદના બોપલમાં પણ બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી. તો હાટકેશ્વરમાં પણ કરોડોના ખર્ચે બનેલો બ્રિજ 5 વર્ષમાં તોડવો પડે તેવી સ્થિતિ બની છે. ત્યારે વધુ એક બ્રિજ ઉદ્ધાટન થતા પહેલા જ તૂટી પડતા બ્રિજના કામમાં વ્યાપક પણે ભ્રષ્ટાચાર થતા હોવાના સવાલો ઉઠી રહ્યા છે.આ બનાવના પગલે કોંગ્રેસ દ્વારા અધિકારીઓ સામે કડક હાથે કામ અને કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવા નિવેદન આપી ચૂક્યા છે તો ભાજપ સરકાર કંપનીઓનું ચૂંટણી ફંડ લઈને ભ્રષ્ટાચાર કરી રહ્યા નો આરોપ પણ મૂક્યો છે.


પાલનપુરની સ્થાનિક કંપની જી.પી. ચૌધરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને રૂપિયા 89 કરોડના ખર્ચે આ બ્રિજ માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો જેમાં 24 મહિનામાં કામ પૂરું કરવાનું હતું જેની મુદત 30 -8- 2023 સુધી લંબાવાય હતી મતલબ કે આ બ્રિજ તૈયાર થવાને આરે હતો ત્યારે આ કરુણાતીકા સર્જાઇ છે. પખવાડિયા અગાઉ સુરેન્દ્રનગરના વસ્તડી પાસે 40 વર્ષ જૂનો બ્રિજ તુટી પડ્યાની ઘટના પણ બની છે તે અહી નોંધવું જરૂરી છે. અત્રે નોંધવું જરૂરી છે કે વર્ષ 2022માં ગુજરાત સરકારના 14 બ્રિજ ઉપર ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે જેમાં બોપલ રીંગ રોડ અમદાવાદ, બોરસદ ચોકડી આણંદ, હાડોદ લુણાવાડા, નાંદેડવ ભરૂચ, ઊંઝા હાઈવે ઊંઝા, સિધરો વડોદરા, શાંતિપુરા મુમતપુરા અમદાવાદ, આજીડેમ ચોકડીની દિવાલ રાજકોટ, બાયપાસ રોડ મહેસાણા સટોડાક ,જામનગર જુનાગઢ હાઇવે, પીપલોદ ફ્લાઈઓવર, ઉધના -મજુરા -ઉધના અઠવા બ્રિજ સુરત.મોરબી ઝુલતા પુલ,નો સમાવેશ થાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application