નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩ના પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમ જાહેર

  • October 14, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩ના પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમ જાહેર


જામનગર તા.૧૩ ઓક્ટોબર, જામનગર જિલ્લામાં આગામી તા.૧૫ ઓક્ટોબરના રોજ નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩ની લેખિત પરીક્ષા સવારના ૧૧:૦૦ કલાકથી બપોરના ૦૧:૦૦ દરમિયાન યોજાશે. પરીક્ષા દરમિયાન તેજસ્વી વિધ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. તેમજ પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્સ/ કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિધાર્થીઓને અન્યાય થતો અટકાવવો જરૂરી છે.


જામનગર જિલ્લાના નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટર વિસ્તારની હદમાં આવેલા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ આગામી તા.૧૫ ઓક્ટોબરના રોજ સવારના ૦૯:૦૦ કલાકથી બપોરના ૦૨:૦૦ કલાક સુધી કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો કે દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં. તેમજ, પરિશિષ્ટ મુજબના નિર્ધારિત કરવામાં આવેલા પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિને મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લ્યુ ટુથ, ઈયર ફોન, કેમેરા, લેપટોપ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક વોચ, અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અનાધિકૃત સાહિત્ય, પુસ્તકો કે વસ્તુઓ સાથે પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 


ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ના ૪૫માં અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. ઉક્ત કોપીયર મશીન માટેનો પ્રતિબંધાત્મક હુકમ સરકારી, અર્ધસરકારી અને જાહેર સાહસો સિવાયના કોપીયર મશીન વપરાશકર્તાઓને લાગુ પડશે નહીં. જામનગરમાં પરિશિષ્ટ મુજબ નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩ની પરીક્ષા માટેના જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રોની યાદી
​​​​​​​

નેશનલ હાઈસ્કૂલ, નંદન માધ્યમિક શાળા, કાલિન્દી સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી વિદ્યાલય, આર.આર.શાહ હાઈસ્કૂલ, જ્ઞાનગંગા હાઈસ્કૂલ, શારદા મંદિર હાઈસ્કૂલ, જેકુરબેન સોની ક્ધયા વિદ્યાલય, શિશુવિહાર હિન્દી સ્કૂલ, પી.વી.મોદી સ્કૂલ, શ્રીમતી જી.એસ.મહેતા ક્ધયા વિદ્યાલય, સેન્ટ આન્સ હાઈસ્કૂલ, સેન્ટ ફ્રાન્સિસ હાઈસ્કૂલ, સોઢા ઉમેદસિંહજી હાઈસ્કૂલ, સોઢા રસીલાબા ક્ધયા વિદ્યાલય, ઓઢવદીપ વિદ્યાલય, શાસ્ત્રી ત્રયંબકરામ હાઈસ્કૂલ, એલ.જી.હરિયા સ્કૂલ યુનિટ-૧, ક્રિષ્ના સાયન્સ સ્કૂલ, ડી.એસ.ગોજીયા હાઈસ્કૂલ, માતુશ્રી એ.બી. વિરાણી ક્ધયા વિદ્યાલય, ભવન્સ શ્રી એ.કે.દોશી વિદ્યાલય, ડી.સી.સી. વિવિધલક્ષી હાઈસ્કૂલ, બ્રિલિયન્ટ હાઈસ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application