મોરબીમાં િલપકાર્ટની લોજિસ્ટીક કંપનીમાં ડિલિવરી બોયે કરી રૂા.૧.૨૩ લાખની છેતરપિંડી

  • November 23, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ સામે ફલીપકાર્ટ પ્રા.લી. વેરહાઉમાથી લોજીસ્ટીક કંપની ઈન્ટાર્ક પ્રા.લી. કંપનીના ડિલેવરી બોયે અન્ય ગ્રાહકોના નામથી સોની પ્લેસ્ટેશન ગેમીગ આઇટમ તથા એપેલા એરપોડ મળી કુલ ચાર વસ્તુ મંગાવી ગ્રાહકને ડીલેવરી માટે લઈ જઈ પાર્સલમાથી કાઢી અન્ય બીજી નૈનયુઝ વસ્તુ મૂકી દઈ કંપની સાથે . ૧,૨૩,૫૦૦ની છેતરપીંડી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજકોટ રાજનગર–૦૫ માં ચંદ્રેશનગર મેઇન રોડ સાલ પ્લાઝા બિલ્ડીંગ પાછળ રહેતા મહેશભાઇ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.૬૩) એ આરોપી રફીક હનીફભાઇ ભટી રહે. વાવડી રોડ દરગાહ પાસે ન્યુ ક્રિષ્ના પાર્ક સોસાયટી મોરબીવાળા વિદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની ફલીપકાર્ટ પ્રા.લી. નામની કંપનીની લોજીસ્ટીક કંપની ઇન્ટાકાર્ટ પ્રા.લી કંપનીમા આરોપી ડીલીવરી બોય તરીકે ફરજ બજાવતો હોય તે દરમ્યાન અન્ય ગ્રાહકોના નામથી સોની પ્લેસ્ટેશન ૫ ગેમીગ આઇટમ કિ..૪૪૦૦૦ તથા સોની પ્લેસ્ટેશન ૪ ગેમીગ આઇટમ કિ..૩૩૦૦૦ તથા એપલ એરપોડ કિ..૨૩૫૦૦ એપલ એરપોડ પ્રો કિ..૨૩૦૦૦ એક કુલ ચાર આઇટમો મળી કિ..૧,૨૩, ૫૦૦ની વસ્તુઓ મંગાવી ગ્રાહકને ડીલીવરી માટે લઇ જઇ પાર્સલમાથી કાઢી લઇ અન્ય બીજી કોઇ નોનયુઝ વસ્તુ મુકી દઇ કંપની સાથે છેતરપીડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application