દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ખરાબ હારનો સામનો કરવો પડો છે. દિલ્હીમાં ૨૭ વર્ષ પછી ભાજપ સત્તામાં પરત ફરવા જઈ રહી છે. આ દરમિયાન, દિલ્હી સચિવાલયને સીલ કરી દેવામાં આવ્યું છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક નોટિસ જારી કરીને કહ્યું છે કે જીએડીની પરવાનગી વિના કોઈપણ ફાઇલ, કમ્પ્યુટર હાર્ડવેર વગેરે સચિવાલય પરિસરની બહાર ન જવું.
જીએડીએ જણાવ્યું હતું કે, આ આદેશ સચિવાલય કાર્યાલય અને મંત્રી પરિષદ કાર્યાલયને પણ લાગુ પડશે. બંને કચેરીઓના પ્રભારીઓએ પણ આ આદેશનું પાલન કરવાનું રહેશે. આ આદેશને કારણે દિલ્હીમાં રાજકીય હલચલ પણ તેજ થઈ ગઈ છે. ભાજપનો દાવો છે કે સરકારી ફાઇલોને સુરક્ષિત રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. યારે આમ આદમી પાર્ટીના નેતાઓનો આરોપ છે કે સરકાર બદલાતાની સાથે જ ભાજપ સચિવાલયમાંથી ફાઇલો જ કરવાનો પ્રયાસ કરી રહી છે.
દિલ્હીમાં ભાજપની જીત પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ દેશને સુશાસનનું એક મોડેલ આપ્યું છે. દિલ્હીના લોકોએ છેલ્લા ૧૦ વર્ષમાં ભ્રષ્ટ્રાચાર અને અરાજકતા જોઈ છે. લોકોએ પ્રધાનમંત્રીને વિજય અપાવ્યો છે. હવે દિલ્હીના લોકો વિકાસ ઇચ્છે છે, સુશાસન ઇચ્છે છે. ડબલ એન્જિન સરકાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા દ્રારા દિલ્હીની જનતા સાથે કરવામાં આવેલા વિશ્વાસઘાતનો જવાબ જનતાએ આપી દીધો છે.
દરમિયાન, દિલ્હીની રાજાૈરી ગાર્ડન બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે, ૨૭ વર્ષનો લાંબો વનવાસ વિતાવ્યા પછી ભાજપ દિલ્હી પરત ફયુ છે. પક્ષ બધું નક્કી કરે છે. પક્ષ જેને પણ જવાબદારી આપે છે, તે તેને નિભાવે છે. ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરવિંદર સિંહ લવલીએ કહ્યું કે, આ જીત એ જૂઠાણા સામે છે જે આમ આદમી પાર્ટી દિલ્હીના લોકોને સેવા આપી રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech