ઉર્ફી કરતા પણ એક યુવતીએ જાહેરમાં પહેર્યા એકદમ બોલ્ડ વસ્ત્રો

  • April 05, 2023 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • આખરે જેનો ડર હતો તે થઇ ગયો, યુવતી દિલ્હી મેટ્રો ગર્લ તરીકે ફેમસ
  • પંજાબની રિધમ આજકાલ સોશિયલ મીડિયા પર છવાઇ રહી છે


આખરે જેનો ડર હતો તે થઇ ગયો. ઇન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદના અતરંગી અને ઉઘાડા વસ્ત્રોનો ચીલો શરૂ થવાની દહેશત હતી. તેની શરુઆત થઇ ગઇ છે અને તે પર ઉર્ફી કરતા વધુ બોલ્ડ રીતે. કહેવાનો મતલ એ છે કે ઉર્ફીથી પણ ચાર ચાસણી આગળ એક નવી ઉભરતી મોડેલ સોશિયલ મીડિયા પર છવાઇ રહી છે. પંજાબની આ છોકરી જાહેરમાં એકદમ ઉઘાડા કપડા પહેરીને દેખાય છે અને  આ અંગે તેનું કહેવું છે કે તેને કોઇ ક્ષોભ નથી કે કોઇ મુશ્કેલી પણ પડી રહી નથી.


આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દિલ્હી મેટ્રોમાં એક છોકરી બેહદ રિવિલિંગ કપડાં પહેરીને મુસાફરી કરતી જોવા મળે છે. લોકો તેને દિલ્હી મેટ્રો ગર્લ તરીકે બોલાવે છે. ઘણાં લોકો તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યા છે. તો કેટલાકના મતે તેને ઉર્ફી કરતા પણ આગળ અને વધુ બોલ્ડ ગણાવી રહ્યા છે. કારણ કે ઉર્ફી તો કેમેરા સામે ઉઘાડી થાય અને મેટ્રો ગર્લ જાહેરમાં દેખાઇ. 


ઇન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદની અતરંગી ફેશન સેન્સથી સૌ કોઈ પરિચિત  છે. તેની સ્ટાઈલની ચર્ચા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ, દેશ-વિદેશમાં થાય છે. અમુક વિદેશી મોડેલે પણ ઉર્ફી જાવેદની સ્ટાઈલને કૉપી કરી છે. પરંતુ, હાલ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈ ઉર્ફીને પણ ભૂલી જવાશે.


સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને સતત શેર કરી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફીની એક કાર્બન કોપી દિલ્હીમાં જોવા મળી.  જેના પર લોકો સતત કોમેન્ટ્સ કરીને પોતાનું રિએક્શન આપી રહ્યા છે. આ છોકરી ઈન્ટરનેટ પર દિલ્હી મેટ્રો ગર્લથી ઓળખાય છે.


દિલ્હી મેટ્રો ગર્લથી ફેમસ થયેલી આ છોકરીનું અસલ નામ રિધમ ચનાના છે. તેનું વાસ્તવિક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @prettypastry11112222 છે. રિધમ પંજાબના ફતેહગઢ સાહિબ શહેરની રહેવાસી છે. રિધમએ એક જાણીતી ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યુ હતું કે તે એક ટ્રેડિશનલ ફેમિલીમાંથી આવે છે. પરંતુ, તેના બોલ્ડ વિચારોના કારણે પરિવાર સાથે મેળ બેસતો નથી. 


રિધમ જે કપડાં પહેરીને મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે છે અને તેના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તેવા જ રિવીલિંગ કપડાંમાં તેનું આખું ઈન્સ્ટાગ્રામ ભરેલું જોવા મળે છે. આ સાથે રિધમે જણાવ્યુ હતું કે, તેણી ઉર્ફીથી પ્રભાવિત નથી પરંતુ પોતાની પસંદના કપડાં પહેરવામાં માને છે. રિધમ ચનાનાએ પણ ઈન્ટરનેટ પર એ વાતની પુષ્ટિ પણ કરી કે જે તસવીરો વાયરલ થઈ છે તે તેની જ છે.


સપ્રદ વાત એ છે કે ઈન્સ્ટાગ્રામ પર શરુઆતમાં રિધમના ટ્રે઼ડિશનલ ફોટા મુક્યા હતાં. પરંતુ ગયા વર્ષે 9 ઓક્ટોબરના રોજ તેણે પહેલીવાર આવા બોલ્ડ ફોટો શેર કર્યા હતાં. રિધમ ચનાના હાલ એક એક્ટિંગ સ્કૂલમાં કોર્સ કરી રહી છે અને તેને ખાતરી છે કે તે એક એક સફળ મોડેલ બનવાના માર્ગ પર આગળ વધી રહી છે.


પોતાના કપડાં વિશે વાત કરતાં તે જણાવે છે કે તે પોતાની અભિવ્યક્તિનું એક સ્વરુપ છે. તેણે જણાવ્યુ કે પોતાના કપડાંને કારણે તેને દિલ્હી મેટ્રો સિવાય ક્યાંય કોઈ તકલીફનો સામનો કરવો પડ્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application