શાહરૂખને હરાવી સૌથી પસંદીદા સ્ટાર બની દીપિકા

  • June 01, 2024 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આઈએમડીબી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં અભિનેત્રી મેદાન મારી ગઈ



તાજેતરમાં આઈએમડીબી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે બાજી મારી લીધી છે. આ અભિનેત્રીએ બોલિવૂડના કિંગ ખાનને હરાવીને ટોચ પર સ્થાન મેળવ્યું છે.દીપિકા પાદુકોણે પણ ટોચનું સ્થાન મેળવ્યા બાદ ખુશી વ્યક્ત કરી છે.એક સવાલના જવાબમાં તેણે કહ્યું- 'આ લિસ્ટમાં સામેલ થવા માટે હું ખૂબ જ આભારી છું જે દર્શકોની લાગણી દર્શાવે છે.'



દીપિકાએ આગળ કહ્યું- 'આઈએમડીબી વિશ્વાસના પ્રતીક તરીકે ઊભું છે, જે લોકોના જુસ્સા, રુચિઓ અને પ્રાથમિકતાઓની સાચી રીતને દર્શાવે છે. આ સન્માન ખરેખર મને ક્રેડિબિલિટી અને ટાર્ગેટ સાથે સ્ક્રીન પર અને ઓફ સ્ક્રીન દર્શકો તરફથી મળતા પ્રેમ સાથે જોડવાનું ચાલુ રાખવા માટે પ્રેરણા આપે છે.



એટલું જ નહીં દીપિકા પાદુકોણે આઈએમડીબીની આ યાદીમાં સામેલ અન્ય 7 સ્ટાર્સ સાથે કામ કર્યું છે. આ સ્ટાર્સ છે શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, રણવીર સિંહ, રણબીર કપૂર અને સૈફ અલી ખાન.આ યાદીમાં દીપિકા પાદુકોણ પછી શાહરૂખ ખાન બીજા ક્રમે છે. જોકે અભિનેતાઓમાં કિંગ ખાન નંબર વન છે.
કિંગ ખાન બાદ ઐશ્વર્યા રાય બ


ચ્ચનનું નામ છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ જોવાયેલા સ્ટાર્સની યાદીમાં સામેલ છે.
આ લિસ્ટમાં આલિયા ભટ્ટ પણ સામેલ છે, જેણે છેલ્લા 10 વર્ષમાં 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની', 'બ્રહ્માસ્ત્ર', 'હાર્ટ ઑફ સ્ટોન', 'રાઝી' અને 'કલંક' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.આ યાદીમાં 'એનિમલ' ફેમ અભિનેત્રી તૃપ્તિ ડિમરીનું નામ પણ સામેલ છે. અભિનેત્રીને તેના તાજેતરના ડેબ્યુ માટે 15માં નંબર પર રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News