દીપિકા ક્યુટ બેબી બમ્પ સાથે દેખાઈ

  • May 21, 2024 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રણવીર સતત દીપિકાને પાપારાઝીઓ થી પ્રોટેકટ કરતો રહ્યો

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટુંક સમયમાં પેરેન્ટ્સ બનશે.પ્રેગ્નન્ટ હોવા છતાં અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાનો મત આપવા પહોંચી હતી. આ દરમિયાન પતિ રણવીર સિંહ પણ તેની સાથે હાજર હતો.અને સતત તેને પ્રોટેક્ટ કરી રહ્યો હતો.

હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, પાંચમાં તબક્કાના મતદાનમાં અક્ષય કુમારથી લઈ અનુપમ ખેર, ધર્મેન્દ્ર, સલીમ ખાન સહિત અનેક બોલિવુડ સ્ટારે પોતાનો મત આપ્યો છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ પણ મત આપતા જોવા મળ્યા હતા. અભિનેતા પ્રેગ્નેટ પત્નીને ભીડમાંથી પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

દીપિકા પાદુકોણનું બેબી બમ્પ જોવા મળ્યું
બંન્ને સ્ટાર વ્હાઈટ કપડાંમાં જોવા મળી રહ્યા છે. જેમાં પહેલી વખત દીપિકા પાદુકોણનું બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળ્યું હતુ. દીપિકા પાદુકોણ સપ્ટેમ્બર મહિનામાં પહેલા બાળકને જન્મ આપશે. મત આપ્યા બાદ જેવા બંન્ને સ્ટાર પોલિંગ બુથમાંથી બહાર આવ્યા તો. પાપારાજી અને ચાહકોની બહાર ભીડ જામી ગઈ હતી. ત્યારે પતિ રણવીર સિંહ પત્નીને સંભાળતો કાર પાસે લઈ ગયો હતો. અભિનેત્રીને ચાલવામાં તકલીફ પણ પડી રહી છે. ત્યારે પતિ તેને હાથ પકડીને લઈ ગયો હતો

વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બંન્ને સાથે સિંધમ અગેનમાં જોવા મળશે. આ સિવાય રણવીર સિંહ ડોન-3 માટે પણ ચર્ચામાં છે.રિપોર્ટ મુજબ દીપિકા પદુકોણ પાદુકોણ સપ્ટેમ્બર મહિનામાં માતા બનશે. તેમણે 14 નવેમ્બર 2018ના રોજ રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા એક બીજાને ડેટ કરતા હતા

સ્ટાર કપલના બાળકનો ચાહકોને ઇન્તઝાર
અભિનેત્રી હાલમાં પ્રેગ્નેસીનો પરિયડનો આનંદ માણી રહી છે. થોડા સમય પહેલા દીપિકા પદુકોણ પાદુકોણે સોય દોરાથી એમ્બ્રોડરી વર્કનો ફોટો શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું આશા છે કે, હું કમ્પલીટ વર્ઝન શેર કરવા માટે સક્ષમ થાઉં. દીપિકાની આ પોસ્ટ પર લોકો કોમેન્ટ પણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application