આજે રણવીર સિંહનો 39મો જન્મદિવસ છે. રણવીરના જન્મદિવસ પહેલા પત્ની દીપિકા પાદુકોણે તેને એક સુંદર ભેટ આપી હતી. ગત સાંજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત સેરેમની હતી. આ દરમિયાન બોલિવૂડના તમામ સેલેબ્સ ત્યાં પહોંચ્યા હતા. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જો કે ફંક્શનમાં જતા પહેલા દીપિકાએ તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
દીપિકાએ જાંબલી અને સિલ્વર રંગની સાડી પહેરી છે. આમાં તેનો બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. દીપિકાએ સાડી સાથે ચોકર પહેર્યું છે અને બન છે. ફોટો શેર કરતા દીપિકાએ લખ્યું કે આજે શુક્રવારની રાત છે અને આપણે પાર્ટી કરવાની છે. તેણે રણવીર સિંહને પણ ટેગ કર્યો. રણવીરે પોસ્ટ પર કોમેન્ટ કરી, હાય...મારી સુંદર બર્થડે ગિફ્ટ. હું તને પ્રેમ કરું છુ.
લોકોની પ્રતિક્રિયા
રણવીરની આ કોમેન્ટ પર ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું કે રણવીર સિંહ કેટલો ક્યૂટ છે. આશા છે કે પિતા બન્યા બાદ આ વર્ષ તેના માટે વધુ શાનદાર બની રહે. કોઈએ લખ્યું કે સૌથી કાળજી રાખનાર પિતાને જન્મદિવસની શુભેચ્છા. એકે લખ્યું કે બધા પતિઓએ રણવીર પાસેથી શીખવું જોઈએ કે કેવી રીતે સારા પતિ બનવું જોઈએ.
દીપિકા અને રણવીરે માર્ચમાં પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા હતા. બંને સપ્ટેમ્બરમાં માતા-પિતા બનવાના છે. જેના માટે દીપિકા અને રણવીર ખૂબ જ ઉત્સાહિત છે.
રણવીરની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ટૂંક સમયમાં સિંઘમ અગેઈન અને ડોન 3 ફિલ્મોમાં જોવા મળશે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત સિંઘમ અગેઇનમાં રણવીરની સાથે દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, ટાઈગર શ્રોફ, અક્ષય કુમાર, અજય દેવગન અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં છે. દીપિકાની વાત કરીએ તો તેની તાજેતરની ફિલ્મ કલ્કી 2898 એડી રિલીઝ થઈ છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech