કોરોના કાળ અને ત્યારબાદ રશિયા યુક્રેન, ઇઝરાયલ ઈરાનના યુદ્ધ થી હીરા ઉધોગનો નો ચળકાટ ગાયબ થયો છે. જૂનાગઢનો હીરા ઉધોગ મંદીનો સામનો કરી રહ્યું છે. યુદ્ધના કારણે રફ ડાયમડં ના ઐંચા ભાવ અને પોલીસ ડાયમંડની ઓછી કિંમતથી પ્રોડકશન ઘટવાથી કારખાનાઓ બધં થયા છે. ત્યારે જૂનાગઢ જિલ્લ ામાં હીરા ઉધોગના ઇતિહાસમાં પહેલીવાર સાતમ આઠમમાં ૧૦ થી ૧૫ દિવસનું વેકેશન જાહેર કરાયું છે.જેથી આગામી પાંચમથી જિલ્લ ાના ૭૦૦ થી વધુ કારખાનાઓમાં મીની વેકેશન રહેશે.માર્કેટમાં ફેરફાર નહીં થાય તો અમુક કારખાનેદારો સંભવત વેકેશન લંબાવે તેવી ભીતિ સેવાઈ રહી છે.
યુદ્ધના કારણે પહેલેથી જ હીરા ઉધોગમાં હીરાની ચમક ઝાંખી થઈ છે.૨૫ ટકા કારખાનાઓ બધં થયા છે જેથી અનેક કારીગરો રોજગાર વિહોણા થયા છે ત્યારે જૂનાગઢમાં હીરાના કારખાનાના હબ ગણાતા આંબાવાડીમાં અગાઉ સાતમ આઠમ પર્વ પર ત્રણથી ચાર દિવસનું જ વેકેશન રહેતું ત્યારે આ વર્ષે મંદીના કારણે હીરાના કારખાનાઓમાં પ્રથમ વખત ૧૦થી ૧૫ દિવસનું મોટું વેકેશન જાહેર કરાયું છે. કોરોના અને તે પછી રશીયા યુક્રેન અને ઇઝરાયલ ઈરાનના યુદ્ધથી રફ ડાયમંડના ઐંચા ભાવ અને પોલીસ ડાયમંડની ઓછી કિંમતના લીધે હીરા ઉધોગનું પ્રોડકશન અડધો અડધ ઘટી ગયું છે. જૂનાગઢ આંબાવાડી વિસ્તારમાં હીરાના સૌથી વધુ અંદાજિત ૨૫૦થી વધુ યુનિટ અને જિલ્લ ામાં ૭૦૦ કારખાનાઓ છે.
તેમાંથી ૨૫ ટકા યુનિટ બધં હાલતમાં છે. જેથી અનેક રત્ન કલાકારો રોજગાર વિહોણા થયા છે. કાચા માલની કિંમતમાં વધારા સાથે વેચાણ ઓછું થવાથી બાકી રહેલા હીરાના કારખાનાઓ પણ ડચકા ખાઈ રહ્યા છે. અગાઉ દિવાળીના ત્રણથી ચાર માસ પૂર્વે જ હીરા બજારમાં આઉટલેટ અને આગોતરા પ્રોડકશનનું કાર્ય શ થઈ જતું હતું. પરંતુ આ વર્ષે માર્કેટમાં સુધારો થયો નથી. જેથી રત્ન કલાકારો અને કર્મચારીઓની પણ માઠી બેઠી છે. હાલની પરિસ્થિતિમાં હીરાના વેપારમાં પડતર વધારે અને વેચાણ ઓછું થઈ રહ્યું છે. ઉપરાંત દિવાળી પૂર્વે ની આગોતરી સીઝનનો પ્રારભં થયો નથી. આગામી દિવસોમાં માર્કેટમાં સુધારો નહીં આવે તો અમુક કારખાનેદારો દ્રારા સંભવત સાતમ આઠમ બાદ પણ વેકેશન લંબાવાય તેવી ભીતિ સેવાઈ રહી છે
પ્રોડકશન વધે તો જ હીરા ઉધોગને મળશે બુસ્ટરડોઝ–વિજયભાઈ રાણપરિયા
જૂનાગઢ આંબાવાડી ડાયમડં એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાણપરીયાના જણાવ્યા મુજબ હીરાના ધંધાને એક પણ સરકારી સહાય મળતી નથી હાલ જે પરિસ્થિતિ છે.તેમાં પણ દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે.આંબાવાડીમાં હીરાના ૨૫ ટકા યુનિટ બધં છે.બજેટ બાદ સોનું સસ્તું થયું છે.પરંતુ હીરાનું પેકેજીગં તમામ લોકોને પરવડતું નથી આ વર્ષે અત્યાર સુધી તો પ્રોડકશનમાં વધારો થયો નથી ત્યારે આગામી દિવાળી પૂર્વે હીરા બજારમાં તેજી આવે તો રત્ન કલાકારોને રોજગારી મળી રહેશે અને ડચકા ખાઈ રહેલા હીરાના કારખાનાઓને બુસ્ટર ડોઝ મળી રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech