હું નહીં અમેના નારા સાથે ઇન્ડિયા ગઠબંધનની 19 ડિસેમ્બરે બેઠક

  • December 11, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગાઉ ઇન્ડિયા ગઠબંધનની બેઠકની તારીખ ટાળી દેવાયા બાદ કોંગ્રેસ દ્વારા નવી તારીખની જાહેરાત કરાઈ છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક મંગળવારે 19 ડિસેમ્બર-2023ના રોજ નવી દિલ્હીમાં બપોરે 3 કલાકે યોજાશે. અગાઉ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનજીર્, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત ગઠબંધનના મુખ્ય નેતાઓના નિર્ણય બાદ ગઠબંધનની બેઠક 17 ડિસેમ્બર સુધી સ્થગિત કરી દીધી હતી.

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસે 6 ડિસેમ્બરે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસઢ, તેલંગણાના ચૂંટણી પરિણામો જાહેર કયર્િ બાદ બેઠક યોજવાની તૈયારીઓ કરી હતી. જોકે ગઠબંધનના 4 દિગ્ગજ નેતાઓ બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનજીર્, સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને જુદા જુદા કારણોસર બેઠકમાં ઉપસ્થિત રહેવાનો ઈન્કાર કર્યો હતો, જેના કારણે કોંગ્રેસે 6 ડિસેમ્બરની બેઠક ટાળી હતી. વિધાનસભા ચૂંટણી પરિણામોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની હાર થઈ હતી. હવે માત્ર કણર્ટિક, હિમાચલ પ્રદેશ અને તેલંગણામાં જ કોંગ્રેસની સરકાર છે, જ્યારે ગઠબંધન તરીકે બિહાર અને ઝારખંડમાં કોંગ્રેર સત્તા પર છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર આપવા માટે એકતા જાળવીને ’મૈં નહીં, હમ’ ના નારા સાથે આગળ વધશે. તેમણે સ્વીકાર્યું કે પાર્ટી 2024 માં ભાજપ્નો સામનો કરવા માટે બોક્સની બહાર વિચારશે. તેમણે કહ્યું કે ’હું નહીં, અમે’ સંભવિત સૂત્ર છે જેના પર વિપક્ષી પાર્ટીઓ મોદીનો સામનો કરવા માટે કામ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application