ડાયાલીસીસની બિમારીમાં બેભાન થઇ જતા વૃઘ્ધનો ભોગ લેવાયો
કાલાવડના બાલંભડી રોડ પર વાડીના કુવામાં મોટર રીપેરીંગ માટે ઉતરવા જતા પટેલ વૃઘ્ધનું પડી જતા ડુબી જવાના કારણે મૃત્યુ નિપજયુ છે, જયારે જામનગરમાં ડાયાલીસીસની બિમારી સબબ બેભાન થઇ ગયેલા વિપ્ર વૃઘ્ધનું સારવારમાં લઇ જતા મૃત્યુ નિપજયુ છે.
કાલાવડના ખોડીયારપરામાં રહેતા શિવાભાઇ નાનાજીભાઇ ફળદુ (ઉ.વ.૭૦) નામના વૃઘ્ધ બાલંભડી રોડ પર પોતાની વાડીએ કુવામાં મોટર રીપેર કરવા જતા અકસ્માતે કુવામાં પડી જતા પાણીમાં ડુબી જવાથી તેમનું મૃત્યુ નિપજયુ હતું.
આ અંગે રાજકોટ મવડી વિસ્તાર લાભદીપ સોસાયટીમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે મહેશભાઇ શિવાભાઇ ફળદુએ ટાઉન પોલીસમાં જાણ કરી હતી જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજા બનાવમાં જામનગરના શરુ સેકશન રોડ પેટ્રોલપંપ પાછળ રહેતા અનિલભાઇ રતીલાલ પોપટ (ઉ.વ.૫૯) ને ડાયાલીસીસની બિમારી હોય અને ગઇકાલે તેમના ઘરે બેભાન થઇ જતા સારવારમાં લઇ જતા મૃત્યુ નિપજયુ હતું આ અંગે દિપ્તીબેન કિશોરભાઇ પંડયા દ્વારા સીટી-સી પોલીસને જાણ કરવામાં આવી હતી.
***
ભણગોર ગામમાં યુવતિએ ગળાફાંસો ખાઇ આયખુ ટુંકાવ્યું: પરિવારમાં શોકની લાગણી : કારણ જાણવા માટે કરાતી તપાસ
લાલપુર તાલુકાના ભણગોર ગામમાં એક યુવતિએ કોઇ કારણસર ગળાફાંસો ખાઇ આયખુ ટુંકાવી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે, બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતી નિરજાબેન ઉર્ફે નિકીતા મનસુખભાઇ મેરાણી (ઉ.વ.૧૮) નામની યુવતિએ ગઇકાલે પોતાના રહેણાંક મકાને કોઇપણ કારણસર છતના પંખામાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા ૧૦૮ મારફતે બેભાન અવસ્થામાં લાલપુર સીએચસી સેન્ટર ખાતે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસી મરણગયાનું જણાવ્યુ હતું.
આ બનાવ અંગે મનસુખ વશરામભાઇ મેરાણીએ લાલપુર પોલીસમાં જાણ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, બનાવના પગલે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધાપર, ઘંટેશ્ર્વર, મનહરપુર માટે નોર્થ ઝોન બનશે
January 23, 2025 02:54 PMસુરત બાદ જૂનાગઢમાં પોલીસ ભરતીમાં દોડ લગાવ્યા બાદ યુવાનનું હાર્ટ એટેકથી મોત, મિત્રના ઘરે જઈ ઢળી પડ્યો
January 23, 2025 02:37 PMજામનગરમાં બે શેડ ખરીદવાના બહાને ૧.૪૦ કરોડની છેતરપીંડી
January 23, 2025 01:43 PMહાલારની નગરપાલિકાઓમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ
January 23, 2025 01:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech