ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામે રહેતા હકુભા મુરૂજી ચાવડા નામના 28 વર્ષના અપરણિત ગરાસિયા યુવાન તા. 18 મીના રોજ પોતાની વાડીએ કપાસમાં ઝેરી દવાનો છંટકાવ ખરી રહ્યા હતા, ત્યારે તેને દવાની વિપરીત અસર થતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગેની જાણ મૃતકના ભાઈ ઘોઘુભા મુરૂજી ચાવડાએ સલાયા મરીન પોલીસને કરી છે.
પરિણીત યુવાનના પ્રેમ સંબંધ સંદર્ભે મારામારી: સામસામે ફરિયાદો
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા પુનિતાબેન ઉર્ફે મીનાબેન પ્રવીણભાઈ ખેંગારભા નયાણી નામના 35 વર્ષના પરિણીત મહિલાના પતિને મનિષાબેન નામની એક અપરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હોય, જેને અનુલક્ષીને આરોપી પ્રફુલાબેન, હર્ષિદાબેન, મનિષાબેન અને ધનવાઈબેન દ્વારા ફરિયાદી પુનિતાબેન ઉર્ફે મીનાબેન સાથે બોલાચાલી કરી, માર માર્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. સામા પક્ષે મનીષાબેન દ્વારા મીનાબેન પ્રવીણભાઈ, જગદીશભાઈ ખેંગારભા, ખેંગારભા અને ભોપલબેન સામે પ્રેમ સંબંધનું મનદુઃખ રાખીને તેણીને ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે સામ-સામે પક્ષે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
ખંભાળિયા: જાહેરમાં છોકરીઓની મશ્કરી કરતા ત્રણ સામે કાર્યવાહી
ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી એક શાળા નજીક બેસીને આ શાળા પાસેથી નીકળતી છોકરીઓને સિટી મારતા તેમજ અન્ય વ્યક્તિઓની ઠઠ્ઠા મશ્કરી કરતા કિશન દેવાણંદ કરમુર, જીતેશ ઉર્ફે જીતુ સામત મધુડા અને મહેશ માલદે અસવાર નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપે લીધા હતા. આ પ્રકરણમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એમ. જમોડ દ્વારા ફરિયાદી બનીને ઉપરોક્ત ત્રણેય શખ્સોની અટકાયત કરી લેવામાં આવી હતી.
ભાણવડમાં દુકાનમાં હાથફેરો કરતા શખ્સ સામે ફરિયાદ
ભાણવડમાં ગ્રીન પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા અને વેરાડ નાકા બહાર જલારામ પ્લાસ્ટિક નામની દુકાન ધરાવતા રઘુભાઈ નટવરલાલ દત્તાણી નામના 25 વર્ષના યુવાન તેમની દુકાન ખુલ્લી રાખીને નજીકમાં આવેલા પોતાના ઘરે શૌચાલય માટે ગયા હતા. ત્યારે આ દુકાનમાં મુના જોશી નામના શખ્સે પ્રવેશીને ટેબલના ખાનામાં રહેલા રૂપિયા 1,700 કાઢી લીધા હોવાનો બનાવ સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેને અનુલક્ષીને ભાણવડ પોલીસે રઘુભાઈની ફરિયાદ પરથી મુના જોશી સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
પૈસા કમાવાનું કહેતા મહિલાને સાસરિયાઓએ માર માર્યો
દ્વારકા તાબેના વરવાળા ગામે રહેતા સમીમબેન હમીદભાઈ નાયાણી નામના 22 વર્ષના પરિણીત મહિલાએ તેણીના પતિ હમીદ નયાણીને પૈસા કમાવાનું કહેતા આનાથી ઉશ્કેરાયેલા હમીદ ફકીરા નાયાણી, અસલમ ફકીરા અને સાયરાબેન ફકીરા નાયાણીએ તેણીને ગાળો કાઢી, ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
રિક્ષામાં મુસાફર કરવા બાબતે યુવાનને માર પડ્યો
મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા અને રિક્ષા ડ્રાયવિંગનું કામ કરતા શાબીરભાઈ ઈશાભાઈ ઉઢા નામના યુવાન સાથે રિક્ષામાં મુસાફર બેસાડવા બાબતની બોલાચાલી કરીને કાનના ગઢવી નામના શખ્સ દ્વારા બિભત્સ ગાળો કાઢી, હાથમાં પહેરેલા કડા વડે માર મારીને ઈજાઓ કરવા સબબની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધાનો થયો પ્રારંભ
April 26, 2025 12:07 PMજામનગર-દ્વારકામાંથી ત્રણ ડઝન જેટલા પાકિસ્તાનીઓને પરત મોકલાયા
April 26, 2025 12:07 PMઆવાસ યોજનાના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા 19 ફ્લેટમાં વિજ ઉપકરણોને થયું મોટું નુકસાન
April 26, 2025 12:04 PMદોઢસો કરોડની છેતરપીંડી, બોગસ દસ્તાવેજ અને ગન લાયસન્સના ગુનામાં ત્રિપુટી ઝડપાઇ
April 26, 2025 12:01 PMભાણવડ નજીક છકડા રીક્ષાની અડફેટે બાઈક સવાર દંપતિ ઇજાગ્રસ્ત
April 26, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech