પિતાએ દુષ્કર્મ આચયુ, મંગેતરએ શોષણ કરી તરછોડી, કુંવારી માતા બની, બાળકીનું મૃત્યુ

  • December 20, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણા ખરા બનાવ એવા બની રહ્યા હોઈ છે કે જોઈ ઈશ્વરે કેવું ભાગ્ય લખ્યું હશે ? એવા પ્રશ્નો મનોમન ઉભા થતા હોઈ છે, કહેવાય છે જે થતું હશે એ સાં જ થતું હોઈ પરંતુ મૂળ યુપીની અને હાલ શાપર(વેરાવળ)માં રહેતી યુવતિ સાથે બનેલી ઘટના કંપારી છૂટે એવી છે. યુવતી જયારે સગીરવયની હતી ત્યારે સગા બાપે દેહ પીંખ્યો બાદમાં બાપને જેલ થતા જેલમાં જ એસિડ પી આપઘાત કરી લીધો હતો. બાદમાં શાપરના યુવક સાથે પ્રેમ પાંગર્યેા હતો અને તેની સગાઈ કરી હતી પરંતુ મંગેતરએ મહિનાઓ સુધી શોષણ કરી ગર્ભવતી બનતા તરછોડી વતન ભણી ગયો હતો અને યુવતી કુંવારી માતા બની હતી અને અધૂરા માસે બાળકીને જન્મ આપ્યો હતો પરંતુ બાળકીનું આજે મોત થતા પોલીસને જાણ કરવામાં આવી છે.
બનાવની પ્રા વિગત મુજબ મૂળ યુપીની અને ૧૩ વર્ષીથી શાપર (વેરાવળ)માં રહેતી ૨૦ વર્ષીય યુવતિએ રવિવારે પેટમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરતા ઝનાના હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી ત્યાં સોનોગ્રાફી સહિતના રિપોર્ટ કરવામાં આવતા યુવતિને છ માસનો ગર્ભ હોવાનું માલુમ પડું હતું. યુવતિને અસહ્ય દુખાવો થતો હોવાથી અધૂરા માસે ડિલિવરી કરાવવાની ફરજ પડતા બાળકીને જન્મ આપ્યો હતો પરંતુ બાળકીનું આજે સવારે મોત નીપયું હતું. યુવતિના લ થયા ન હોવા છતાં ગર્ભવતી બનતા હોસ્પિટલ દ્રારા બનાવની જાણ એ–ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. યુવતી સાથે જે થયું એ જાણવા મળતા ંવાટા ખડા કરી દે એવી ઘટના ઘટી હતી. પરિવાર જયારે ગોંડલ રહેતો હતો ત્યારે યુવતીની માતા કારખાનામાં કામ કરતી હતી અને પોતે સગીરવયની હોઈ ત્યારે સગા પિતાએ એકલાતનો લાભ લઇ દેહ પીંખ્યો હતો. જેની હકીકત માતાને જણાવતા બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી અને બનાવમાં પોલીસે કુકર્મ કરનાર પિતાની ધરપકડ કરી જેલ હવાલે કરતા એક વર્ષ પહેલા જ પિતાએ જેલમાં એસિડ પી આપઘાત કરી લીધો હતો. બાદમાં પરિવાર શાપરમાં રહેવા માટે આવી ગયો હતો. અને ત્યાં બિહારના યુવક સાથે પ્રેમ થઇ જતા યુવતીની માતાએ સગાઇ કરી આપી હતી. મહિનાઓ સુધી યુવતી સાથે હવસ સંતોષી હતી જયારે યુવતી ગર્ભવતી હોવાની જાણ થતા મંગેતર પોતાની માતાને લઇ વતન ભાગી ગયો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application