જોડિયા ભોલેબાબાજીનો પુણ્યતિથિ મહોત્સવ

  • June 07, 2023 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડી ખાતે જોડિયા સમસ્ત ગામ ભોલેબાબાજીના ભક્તજનો દ્વારા પ્રાત: સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની (૩૭ મી પુણ્યતિથિ મહોત્સવ)ની ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવેલ છે આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે તા, ૪ ના રવિવારના રોજ સાંજે સંગીતમય સુંદરકાડ સંગીતમય યોજાયેલ હતા જેમાં રામવાડીના ભાવિક ભક્તજનનો સામુહિકમાં ગાન કરેલ હતા આ ઉપરાંત રાત્રે સંતવાણી, ભજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં ગુજરાત સૌરાષ્ટ્રના સુરસિદ્ધ કલાકાર ગોપાલ સાધુએ ભજનોની રંગત જમાવી હતી અને મુનાબાપુ નીમાવતે હાસ્યરસની રંગત જમાવી હતી જેનો શુભ મંગલ પ્રારંભ તાલાલા મનસાદેવીધામ ગીરના મહંતશ્રી નિર્મળદાસબાપુ, તથા સાધુ સંતોના હસ્તે દીપપ્રાગટીયવિધી દ્વારા કરવામાં આવેલ તેમજ તા  ૫ મીના સોમવારના રોજ બપોરે ૧૨ કલાકે ભોલેબાબાજીના મંદિરમાં ઢોલ, નગારા અને ઝાલરો સાથે મહાઆરતી શ્રી શનિભાઈ વડેરાએ કરેલ આરતી બાદ સાધુ સંતોનો તથા ભાવિકોનો ભવ્ય ભંડારો (મહાપ્રસાદ) યોજાયેલ જેમાં અનેક જગ્યાથી સંતો, મહંતોએ બાબાજીના ભંડારાનો મહાપ્રસાદ લીધેલ હતો આ ઉપરાંત સાંજે ૫ વાગ્યાથી જોડિયા સમસ્ત હિન્દુ સમાજનો ધૂમાણાબંધ જમણવાર (મહાપ્રસાદ) યોજાયેલ હતો આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાનું મંદિર, સંતશ્રી ભોલેબાબાજીનું મંદિરને લાઈટ ડેકરોશન રોશનીથી શુભોષીત કરવામાં આવેલ તથા નિજ મંદિરમાં અનોખા ફૂલના શણગાર દર્શન કરવામાં આવેલ હતા આ દિવ્ય મહોત્સવને સફળ બનાવવા રામવાડી જોડિયા ગ્રુપના યુવાનોએ જહેમત ઉઠાવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application