રાજકોટના વરિષ્ઠ એડવોકેટ વિજયભાઈ વ્યાસની આશાસ્પદ દીકરીનું ઓસ્ટ્રેલિયા ખાતે આકસ્મિક નિધન થતાં પરિવારજનો પર દુ:ખના વાદળો ઘેરાયાં છે. રાજકોટમાં વર્ષોથી રેવન્યુ પ્રેક્ટિશનર તરીકે જાણીતા એડવોકેટ વિજયભાઈ ચંદ્રકાંતભાઇ વ્યાસની પુત્રી વાણી વ્યાસ ગાંધી ઉ.વ.33 ને ઓસ્ટ્રેલિયા ખાતે હાર્ટ એટેક આવતા યુવા અવસ્થામાં અંતિમ શ્વાસ લેતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને આ સમાચાર મળતાની સાથે જ તેમના પરિવારજનો ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગયા છે.
વાણી વ્યાસ ગાંધી ઉંમર વર્ષ 33 ના લગ્ન ચાર વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ખાતે પ્રતીક ગાંધી સાથે થયા હતા.જો કે વાણીએ અભ્યાસ પણ ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે પૂર્ણ કયર્િ બાદ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરતાની સાથે તે ઓસ્ટ્રેલિયામાં જ સ્થાયી થઇ હતી. સુખી દાંપત્યજીવન માણી રહેલા આ પરિવારનો માળો અચાનક વિખાય જતા પરિવારના તમામ સભ્યો શોકમાં ડૂબી ગયાં છે.
વાણી ઓસ્ટ્રેલિયા ખાતે ઇન્ટરનેશનલ પ્રોડક્શનમાં સીઈઓ તરીકે સક્રિય રીતે કાર્યરત હતા. ત્યારે અચાનક આજે સવારે તેના હૃદય ધબકારા ચૂક્યું અને સીવીયર હાર્ટ એટેક આવતા વાણીએ અંતિમ શ્વાસ લીધા હતા. વાણીના મમ્મી રૂપલબેન વ્યાસ અને ભાઈ વિવેક વ્યાસ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં હોવાથી તુરંત જ તેઓ પહોંચી ગયા છે જ્યારે પરિવારના અન્ય સભ્યો ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાણી વ્યાસ ગાંધી એડવોકેટ પ્રદીપભાઈ વ્યાસ અને અલ્પાબેનની ભત્રીજી થાય છે. વાણીની અણધારી વિદાયથી માતા રૂપલબેન, પિતા વિજયભાઈ, ભાઈ વિવેક, પતિ પ્રતીક ગાંધી, સાસુ સ્વાતિબેન ,સસરા નિલેશભાઈ ગાંધી સહિત પરિવારજનોને વિલાપ કરતાં છોડી ગયા છે. વાણી વ્યાસના સમાચાર રાજકોટમાં એડવોકેટ વર્તુળમાં મળતાં તેઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. વ્યાસ પરિવાર પર આવી પડેલી વિપદામાં ઈશ્વર પરિવારજનોને હિંમત આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત, સુરક્ષામાં વધારો
March 26, 2025 08:01 PMજામનગર: ધ્રોલના વાંકિયા ગામે 1.68 લાખનું જીરું તસ્કરો ચોરી ગયા
March 26, 2025 06:33 PMજામનગર : આરોગ્ય કર્મીઓની હડતાલ યથાવત
March 26, 2025 06:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech