ખેડૂતોના કામની વાત, પીએમ કિસાન યોજના હેઠળ 19માં હપ્તાની તારીખ જાહેર થઈ, જાણો તમારા ખાતામાં ક્યારે રૂપિયા આવશે

  • February 21, 2025 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના 9.8 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ ખેડૂતોને 19મો હપ્તો આપશે. આ અંતર્ગત, લગભગ 22,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે, જે સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે. પીએમ-કિસાન યોજના હેઠળ, દરેક લાભાર્થી ખેડૂતને દર ચાર મહિને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે.


ભાગલપુરથી 22,000 કરોડ રિલીઝ થશે
આજે આ માહિતી આપતાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરમાં એક કાર્યક્રમમાં પીએમ-કિસાનનો 19મો હપ્તો રજૂ કરશે. આ રકમ સીધી પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી ચૌહાણે જણાવ્યું હતું કે, 18માં હપ્તામાં લાભાર્થીઓની સંખ્યા 9.6 કરોડથી વધીગઈ છે. ફેબ્રુઆરી 2019માં શરૂ કરાયેલ, PM-KISAN એ વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના છે. આ યોજનાથી ખેડૂતોને બીજ અને ખાતર ખરીદવાના ખર્ચને પહોંચી વળવામાં મદદ મળી છે.


એક વર્ષમાં કુલ 6000 આપવામાં આવે છે
ખેડૂતોની આવક વધારવાના પ્રયાસરૂપે સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, દરેક લાભાર્થીને દર ચાર મહિને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ મળે છે. સરકારે અત્યારસુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ કુલ 3.46 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે અને 19મા હપ્તાના પ્રકાશન પછી, આ સંખ્યા વધીને 3.68 લાખ કરોડ રૂપિયા થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application