એસટી બસચાલકો માટે જોખમી સવારી: બે સ્થળે હુમલો

  • May 17, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સલામત સવારી, એસટી અમારીનું સૂત્ર હવે એસટી ચાલકો માટે લાગુ ન પડતું હોય તેમ શહેરમાં બે અલગ અલગ સ્થળે એસટી બસ ચાલક પર હત્પમલા થયાની ઘટના બની છે.યાજ્ઞિક રોડ પર સામાન્ય અકસ્માત બાદ એસટી બસની કેબીનમાં ઘૂસી ચાલકને મારમાર્યેા હતો.જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયારે એસટી વર્કશોપ પાસે જ હોર્ન વગાડવા બાબતે બસ ચાલક સાથે મારકૂટ કરવામાં આવી હતી.જે અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.યાજ્ઞિક રોડ વાળી ઘટનામાં એકસેસચાલક દ્રારા બસ ચાલક સામે અકસ્માત બાદ મારકૂટ કર્યાની સામી ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

પ્રથમ બનાવમાં કેશોદમાં રહેતાં એસટી ડ્રાઈવર કરશનભાઈ ભીલાભાઈ કોડિયાતર (ઉ.વ.૩૨)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એકસેસ ચાલક હાર્દીક જોબનપુત્રાનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યું છે કે,તે ખંભાળિયા ડેપોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે.સવારે ખંભાળિયાથી વડોદરા ટની એસટી બસ લઈ નીકળ્યા હતા.ડો. યાજ્ઞિક રોડ પર એકસેસનો ચાલક ઓવરટેઈક કરવા જતાં તેણે બસને બ્રેક મારી હતી.જેને કારણે એકસેસનો ચાલક અને પાછળ બેઠેલી મહિલા નીચે પડી ગયા હતા.તે ચાલક બસની ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી, કેબીનની અંદર ઘસી આવ્યો હતો અને કહ્યું કે, તને બસ ચલાવતાં આવડે છે કે નહીં.ત્યારબાદ તેનો કાંઠલો પકડી,ગાળો દઈ, મારકૂટ શ કરી હતી.બસના કંડકટર જાગૃતિબેન પટેલે મોબાઈલમાં આ ઘટનાનો વીડીયો ઉતારવાનું શ કરતાં જ બસમાંથી નીચે ઉતરી ગયો હતો.આ ફરિયાદના આધારે પોલીસે સરકારી કર્મચારીની ફરજમાં કાવટ, હત્પમલા કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યેા હતો.

આ બનાવમાં સામાપક્ષે એકસેસ ચાલક હાર્દિકભાઈ સુરેશભાઈ જોબનપુત્રા (ઉ.વ.૩૧,રહે. રામવિહાર સોસાયટી શેરી નં.ર, નાના મવા રોડ)એ એસટી બસના ચાલક સામે વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે સેલોટેપનો વેપાર કરે છે.માતાને લઈ સવારે ઢેબર રોડ પરની બેન્કે આવ્યો હતો.ત્યાંથી પરત જતો હતો ત્યારે ડો.યાજ્ઞિક રોડ પર એસટી બસને ઓવરટેઈક કરવા જતાં બસની ડાબી બાજુનો આગળનો ભાગ તેના બાઈક સાથે અથડાયો હતો. જેને કારણે માતા નીચે પડી ગયા હતા.તત્કાળ તેણે પત્ની જલ્પાને કોલ કરતાં તે આવી પહોંચી હતી. આ પછી તેણે બસ ચાલકને સરખી રીતે બસ ચલાવવાનું અને નીચે ઉતરવાનું કહેતાં તેની સાથે બોલાચાલી કરી હતી.એટલું જ નહીં મારામારી પણ કરી હતી.તેની માતાને ઈજા થતાં સિવીલમાં ખસેડાયા હતા.તેને પણ મૂંઢ ઈજા થઈ હતી પરંતુ સારવાર લીધી ન હતી.

બીજા બનાવમાં રાજકોટ ડેપોના એસટી બસના ડ્રાઈવર લાલાભાઈ ભીખુભાઈ ધાંધલ (ઉ.વ.૩૧, રહે. આંબાવાડી શેરી નં.૪, સતં કબીર રોડ)એ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,તે ભાવનગરથી રાજકોટ એસટી ડેપોમાં પેસેન્જરને ઉતારી બસને મેન્ટેનન્સ માટે ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે લઈ જતા હતા.ત્યાં નજીકમાં પહોંચ્યા ત્યારે રોડની વચ્ચે એકટીવા ચાલતું હોવાથી હોર્ન માયુ હતું. જેથી એકટીવા ચાલક ઉશ્કેરાઈ અને પોતાનું વાહન ઉભું રાખી દોડીને ડ્રાઈવર સાઈડના દરવાજા પાસે પગા પર પગ રાખી, ઉપર ચડી, બારીમાંથી હાથ કાઢી, મોઢા અને નાક ઉપર મુક્કા માર્યા હતા.
જેથી નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું ઉલટી થતાં સારવાર લીધી હતી. એકટીવા ચાલકે પોતાના મોબાઈલમાં વીડીયો શુટીંગ શ કરી કહ્યું કે તું કેમ નોકરી કરશ, હમણાં તને સસ્પેન્ડ કરાવુ છું. સાથોસાથ વીડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. જોકે તેવામાં પોલીસ પહોંચી જતાં આરોપીને લઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે,આરોપીનું નામ શ્યામલ ભરત જોષી (ઉ.વ.૩૨) છે.જે ગોંડલના ગુંદાસરા ગામે રહે છે.પોલીસે તેને સકંજામાં લઇ જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application