કુંભારવાડામાં દુષિત પાણી વિતરણ થતા સ્થાનિકોમાં રોગચાળાનો ભય

  • March 11, 2024 08:47 PM 

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પીવાના પાણીની સતત વધી રહેલી સમસ્યાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે કુંભારવાડા વિસ્તારમાં કાશ્મીરી કોટરમાં શાળાની આજુબાજુમાં ખાચામાં ડ્રેનેજ યુક્ત દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું હોવાની લોક ફરિયાદ ઉઠી રહી છે. જે અંગે તાત્કાલિક કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.


ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ કોટરમાં છેલ્લા લાંબા સમયથી દુષિત અને દુર્ગંધ યુક્ત પાણી વિતરણ થતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ભાવનગર શહેરના કુંભારવાડા કાશ્મીરી કોટરમાં સરકારી શાળાની આજુબાજુના ખાંચામાં કોઈક જગ્યા પર પીવાના પાણીની લાઈનમાં ડ્રેનેજની લાઈન ભળી જતાં વિસ્તારમાં અત્યંત દૂષિત અને ડોહલું પાણીનું વિતરણ થઇ રહ્યું છે. જેને પગલે વિસ્તારમાં પાણી જન્ય રોગચાળો ફેલાવાની દહેશત સ્થાનિકોએ વ્યક્ત કરી છે.


આવતીકાલથી મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઇ રહ્યો છે. અને કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં મોટાભાગે લઘુમતી સમાજના લોકો વસવાટ કરે છે. તેવામાં પવિત્ર રમઝાન માસમાં રોઝ રાખ્યા બાદ દુષિત અને દુર્ગંધ યુક્ત પાણી પીવામાં અને વપરાવમાં ઉપયોગ કરવાથી મુસ્લિમ બિરાદરોને જે પાંચ ટાઈમ નમાજ પડે અને પાક રહી મસ્જિદ-દરગાહ જાય ત્યારે મુશ્કેલી પડે જે અંગે મહાનગર પાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરી ડ્રેનેજ યુક્ત પાણી વિતરણ કરવાને બદલે ફિલ્ટર પાણી વિતરણ કરવાની માંગ કરી હતી. કુંભારવાડા જેમાં પીપરવાળા ખાંચામાં છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા લોકોને વિતરણ કરવામાં આવતું પાણી ભૂગર્ભ પાણીની લાઈનમાં ડ્રેનેજ લાઈન ભળી જતાં પીવાનું પાણી અતિશય દુષિત બન્યું છે. અને લોકોના ઘરોમાં દુર્ગંધ યુક્ત અને આરોગ્યને નુકશાન થાય તેવું પાણી આવી રહ્યું છે. વાસણ કે ટાંકામા આ પાણી ભરતા ફિણ વળે છે. જેને પગલે સ્થાનિકોમા રોગચાળો ફેલાવાની દહેશત છવાઈ છે. આ મુદ્દે વારંવાર લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ જ પરીણામ આવ્યું નથી. આ વિસ્તારમાં લઘુમતી સમાજનો વસવાટ વધુ હોય અને બે દિવસ પછી પાક રમઝાન માસનો આરંભ થતો આથી આ પાણીની સમસ્યા તત્કાળ ઉકેલવા લોકોએ ઉગ્ર માંગ ઉઠી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application