કાળીપાટમાં બાઇક ચલાવવા મુદ્દે ડખ્ખો, બે મહિલા સહિત નવનો ધોકા–પાઇપથી હુમલો

  • April 08, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર કાળીપાટ ગામે બે દલિત પરિવાર વચ્ચે શેરીમાં બાઇક ચલાવવા બાબતે થયેલી બોલાચાલીમાં પાડોશી પરિવારની બે મહિલા સહિત નવ શખસોએ ધોકા–પાઇપ સાથે ધસી આવી પાડોશી બે ભાઇઓ સહિતના પર આડેધડ ઘા ઝીંકી હિચકારો હત્પમલો કરતા ઇજાગ્રસ્ત બંને યુવકને સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લવાયા હતાં. આજી ડેમ પોલીસે નવ સામે ગુનો નોંધ્યો હતો.

બનાવ અંગે ઇજાગ્રસ્ત સુરેશ વાલજી લુણસીયા (ઉ.વ.૩૫)એ ગામના જ જયંતી ચના ચાંડપા જેંતીના ભાઇ બીપીન, જેંતીના પરિવારના અન્ય સભ્યો અનિલ મનુ, શંકર, પરેશ ભુરા, રમેશ, હિરેન હરેશ તથા બે મહિલા શારદા જયંતી તથા જાગુ ચાણપા વિરૂધ્ધ આજી ડેમ પોલીસમાં હત્પમલો કરી જાનથી મારી નાખવાની ધમકીના આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગતોમાં ગત રાત્રીના સુરેશનો પુત્ર ટુ વ્હીલર લઇને ગામમાં ડેરીએ દૂધ લેવા ગયો હતો. પરત આવતો હતો ત્યારે જયંતિ તથા બીપીને રોકયો હતો.

શેરીમાંથી હવે ટુ વ્હીલર ચલાવીને નીકળતો નહીં કહી બંને પાછળ દોડયા હતાં. પાડોશમાં શેરીમાં જ રહેલા જયંતી તેના પરિવારને સમજાવવા સુરેશ તેની પત્ની, પુત્ર, પુત્રી બહાર નીકળતા જયંતી તેના પુત્ર બીપીન લોખંડનો પાઇપ, લાકડાના ધોકા સાથે ભત્રીજો અનિલ પાવડાનો હાથો લઇને ધસી આવ્યા તેના પરિવારના અન્ય સભ્યો પત્ની શારદા, ભત્રીજા વહત્પ જાગુ સહિતના ધસી આવ્યા હતાં. શું થયું પુછતાં જયંતી તેનો પુત્ર બીપીન ઉશકેરાઇ ગયા અને કહેલ કે તારા પુત્રને સમજાવી દેશે અમારા ઘરની સોમ શેરીમાં ટુ વ્હીલર ન ચલાવે.
જે બાબતે શેરી છે તો વાહન લઇને તો નીકળેને કહેતા ઝગડો થયો હતો અને આરોપીએ એક સપં કરીને લોખંડના પાઇપ, ધોકા સાથે તૂટી પડયા હતાં. બચાવવા વચ્ચે પડેલા સુરેશના ભાઇ પ્રેમજી, ભાભી ચંપા, ભત્રીજો યોગેશ સહિતના સાથે પણ ઝપાઝપી કરી માર માર્યેા હતો. હત્પમલામાં સુરેશ તથા ભત્રીજા યોગેશને વધુ ઇજાઓ થઇ હોવાથી સારવારમાં રાજકોટ સિવિલમાં લઇ અવાયા હતાં. હત્પમલો કરી આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે કાળીપાટ ગામે દોડી જઇ આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી આરંભી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News