DRDOએ અસ્ત્ર મિસાઈલ સિસ્ટમની કરી સફળ ટ્રાયલ, હવામાં જ હવામાં ત્રાટકી શકે છે અસ્ત્ર મિસાઈલ

  • February 22, 2023 05:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

DRDOએ અસ્ત્ર મિસાઈલ સિસ્ટમની સફળ ટ્રાયલ કરી લીધુ છે. મહત્વની વાત તો એ છે કે આ મિસાઈલ હવામાં જ હવામાં ત્રાટકી શકે છે. આ ઉપરાંત ૧૦૦ કિલો મીટરથી દૂરના ટાર્ગેટ પણ ધ્વસ્ત કરી શકે છે.


DRDOએ આકાશમાંથી આકાશમાં ત્રાટકતી અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ પૂર્ણ કર્યું છે. આ અસ્ત્ર મિસાઈલના ટાર્ગેટની વાત કરીએ તો તે મિસાઈલ ૧૦૦ કિલોમીટરથી દૂરના ટાર્ગેટ પણ ઉડાવી શકે છે ધ્વસ્ત કરી શકે છે.


ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે (ડીઆરડીઓ)એ મંગળવારે ઓડિશાના તટ પરથી અસ્ત્ર એર-ટુ-એર મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. એસયુ-30એમકેઆઇ ફાઇટર જેટથી છોડવામાં આવેલી આ મિસાઇલ 100 કિમીથી વધુ અંતરના ટાર્ગેટને તોડી પાડ્યો હતો. મહત્વની વાત છે કે, અસ્ત્ર મિસાઈલ અપગ્રેડેડ મિગ-29 જેટ પર પણ લગાવવામાં આવશે. અસ્ત્ર એર-ટુ-એર મિસાઇલ ભારતના DRDO દ્વારા વિકસાવવામાં આવેલી અત્યાધુનિક મિસાઈલ સિસ્ટમ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application