અમરેલી લેટરકાંડને લઇ તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. અમરેલી જિલ્લા વિકાસ અધિકારીએ જસવંતગઢના સરપંચ અને આ કેસના આરોપી અશોક માંગરોળિયાને સસ્પેન્ડ કર્યો છે. કેસમાં દોષમુક્ત ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
અમરેલી લેટરકાંડમાં પોલીસે ત્રણ પોલીસ કર્મીઓ વિરુદ્ધ પગલા લઈને ત્રણેયને સસ્પેન્ડ કર્યાં છે. જેના બાદ સમગ્ર કેસની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે. ત્યારે અમરેલી લેટરકાંડનો આરોપી સરપંચ સસ્પેન્ડ કરાયો છે. DDOએ જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા સસ્પેન્ડ કર્યા છે. આ કેસમાં કેસમાં દોષમુક્ત ન થાય ત્યાં સુધી સસ્પેન્ડની કાર્યવાહી હાથ ધરાઇ છે. અમરેલી લેટરકાંડને લઇ હવે અનેક ખુલાસા થવાની શક્યતા લાગી રહી છે.
આરોપી અશોક માંગરોળીયા જસવંતગઢ ગ્રામ પંચાયતનો સરપંચ હતો. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ (59) હેઠળ હોદ્દા પરથી દૂર કરવા હુકમ કરાયો છે. અશોક માંગરોળીયા ઉપરના કેસમાં દોષમુક્ત ન થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ કર્યો છે. અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા દ્વારા આરોપી સરપંચ સામે કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
થોડા દિવસ પહેલાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને જેલવાસ પૂર્ણ કર્યા બાદ 5 જાન્યુઆરીએ પ્રેસ યોજી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. એ મામલે હવે રાજકારણ ગરમાયું છે.
ઉલ્લેખનીય છે ફરજમાં બેદરકારી બદલ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે. આ કાર્યવાહી અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતેએ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશ સિવાય ભારતને અલગથી ૨.૧ કરોડ ડોલર અપાયા: ડોનાલ્ડ ટ્રમ્પ
February 22, 2025 03:10 PMગુજરાતને દેશનું ગ્રોથ એન્જીન બનાવતું રાજ્ય સરકારનું બજેટ: રાજકોટ ચેમ્બરનો આવકાર
February 22, 2025 03:08 PMઅમૃતસરમાં બીએસએફ હેડક્વાર્ટરની બહાર વિસ્ફોટ: આતંકી પસિયાને જવાબદારી લીધી:સેનાનો ઇનકાર
February 22, 2025 03:06 PMએર ઇન્ડિયા દ્વારા તૂટેલી સીટ આપવા બદલ શિવરાજ સિંહ ચૌહાણ ભડક્યા
February 22, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech