DCGIએ 18 ફાર્માસ્યુટિકલ કંપનીના લાઈસન્સ કર્યા રદ્દ…જાણો વિગત

  • March 28, 2023 09:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

કેન્દ્ર સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં દેશની 76 કંપનીઓના નીરીક્ષણ બાદ DCGIએ 18 કંપનીના લાઈસન્સ રદ્દ કર્યાના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નકલી દવા બનાવવાના આરોપ બાદ સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. 


દેશભરની ફાર્મા કંપનીઓ પર કેન્દ્ર સરકાર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં નકલી દવાઓ બનાવનારાઓ પર કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. એક મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે ઘણી ફાર્મા કંપનીઓમાં ઘટાડો નિશ્ચિત છે. પ્રથમ તબક્કામાં DCGI દ્વારા દેશની 76 ફાર્માસ્યુટિકલ કંપનીઓનું નિરીક્ષણ કરાયું છે.  ત્યારબાદ 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સને રદ્દ કરવામાં આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સંયુક્ત ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application