ચક્રવાત રેમલે પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડાને કારણે ૬ લોકોના મોત થયા છે. યારે ૨૫૦૦ મકાનો સંપૂર્ણ નાશ પામ્યા હતા અને ૨૭૦૦૦ મકાનો આંશિક રીતે ધરાશાયી થયા હતા.જો કે હવે ચક્રવાત નબળું પડી ને ફંટાઈ ગયું છે અને ધીમે ધીમે ખાના ખરાબીની ઘટક અસરો સામે આવી રહી છે. જો કે હવે ધીમે ધીમે જન જીવન થાળે પડી રહ્યું છે, અનેક લોકો હજુ પણ આશ્રય સ્થાનોમાં જ આશરો લઈ રહ્યા છે.ચક્રવાત રેમલે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૬ લોકોના મોત થયાના અહેવાલ છે. વાવાઝોડાને કારણે ૨૯ હજારથી વધુ મકાનોને નુકસાન થયું છે. આ દરમિયાન ૨૧૦૦ થી વધુ વૃક્ષો પડી ગયા છે. રાય સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચક્રવાત રેમલથી ૨૪ બ્લોક અને ૭૯ મ્યુનિસિપલ વોર્ડમાં ૨૯,૫૦૦ મકાનોને આંશિક અથવા સંપૂર્ણ નુકસાન થયું છે. તેમણે જણાવ્યું હતું કે રાયના વિવિધ ભાગોમાં ૨,૧૪૦ થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે અને લગભગ ૧,૭૦૦ ઇલેકિટ્રક પોલ પડી ગયા છે. પ્રારંભિક મૂલ્યાંકનથી જાણવા મળ્યું છે કે ક્ષતિગ્રસ્ત મકાનોમાંથી, ૨૭,૦૦૦ ને આંશિક નુકસાન થયું છે, યારે ૨,૫૦૦ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. અધિકારીઓએ ચેતવણી આપી હતી કે મૂલ્યાંકન ચાલુ હોવાથી આ આંકડાઓ બદલાઈ શકે છે. અધિકારીએ જણાવ્યું કે પ્રશાસને ૨,૦૭,૦૬૦ લોકોને ૧,૪૩૮ સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડા છે. તેમણે કહ્યું કે હાલમાં ત્યાં ૭૭,૨૮૮ લોકો છે. તેમણે કહ્યું, 'કુલ મળીને હાલમાં ૩૪૧ રસોડા દ્રારા તેમને ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. અમે દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને ૧૭,૭૩૮ તાડપત્રીનું વિતરણ કયુ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કાકદ્રીપ, નામખાના, સાગર દ્રીપ, ડાયમડં હાર્બર, ફ્રેઝરગંજ, બકખલી અને મંદારમણિનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ચક્રવાતને કારણે પાળામાં નાની–મોટી તિરાડો પડી હતી, જેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, 'અત્યાર સુધી પાળાના તૂટી જવા અંગે કોઈ માહિતી પ્રા થઈ નથી. જે પણ જાણ કરવામાં આવી હતી તે નાની હતી અને તરત જ સુધારી લેવામાં આવી હતી. ચક્રવાતને કારણે અત્યાર સુધીમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. કોલકાતામાં એક મહિલા, દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં બે મહિલા, ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં એક અને પૂર્વ મેદિનીપુરમાં પિતા–પુત્રનું મોત થયું છે. ચક્રવાત 'રેમલ'ના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન થયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech