કુછડીના ટોલનાકા નજીક રસ્તા પર પશુ આડુ ઉતરતા ફંગોળાઇ ગયેલ બાઇકચાલકનું નિપજ્યુ મોત

  • September 27, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કુછડીના ટોલનાકા નજીક રસ્તા પર પશુ આડુ ઉતરતા ફંગોળાઇ ગયેલ બાઇકચાલકનું મોત નિપજ્યુ છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરીટી હજુ કેટલા લોકોનો જીવ જાય તેની રાહ જુએ છે?તેવો સવાલ ઉઠવા પામ્યો છે. કેશવ ગામે રહેતા અને ખેતીકામ કરતા નાગાભાઇ રણમલભાઇ  કેશવાલા દ્વારા હાર્બર મરીન પોલીસ મથકમાં એવી પોલીસ ફરીયાદ નોંધાવાઇ છે કે તેના નાનાભાઇ રામદેભાઇ રણમલભાઇ કેશવાલા અને કુટુંબીભાઇ કેશુભાઇ રામભાઇ કેશવાલા બંને પોરબંદરથી કેશવ જવા નીકળ્યા હતા ત્યારે કુછડીના ટોલનાકાથી આગળ અચાનક રસ્તા ઉપર પશુ ઉતરતા બાઇકચાલક કેશુભાઇ કેશવાલાએ બાઇકમાં જોરદાર બ્રેક મારી હતી તેથી તેની પાછળ બેસેલા ફરીયાદીના નાનાભાઇ રામદેભાઇ રણમલભાઇ કેશવાલા ઉ.વ. ૪૬ નીચે ફંગોળાઇ ગયા હતા અને માથામાં ગંભીર ઇજા થતા હાઇવે ઓથોરીટીની એમ્બ્યુલન્સમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લવાયા  હતા. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જેથી ફરીયાદી નાગાભાઇએ તેના કૌટુંબિક ભાઇ કેશુભાઇ કેશવાલા સામે બેફિકરાઇથી બાઇક ચલાવીને અકસ્માત સર્જી રામદેભાઇ કેશવાલાનુ મોત નીપજાવ્યાનો ગુન્હો નોંધાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News