ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) આ મહિને એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે, જે અંતર્ગત મોબાઈલ ગ્રાહકોને અનિચ્છનીય વ્યાપારી અને જાહેરાત એસએમએસથી સંપૂર્ણ રાહત મળશે. ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપ્નીઓને ગ્રાહકોને વધુ સચોટ અને અસરકારક ડૂ નોટ ડિસ્ટર્બ(ડીએનડી) સેવાઓ પ્રદાન કરવા માટે નિર્દેશ આપ્યો છે. આ સુવિધા હેઠળ ઉપભોક્તાને તેની પસંદગી મુજબ માત્ર આવશ્યક સંદેશાઓ પ્રાપ્ત કરવાનો વિકલ્પ મળશે. ટ્રાઈના ચેરમેન અનિલ કુમાર લાહોટીએ જણાવ્યું હતું કે સ્પામ મેસેજને નિયંત્રિત કરવા માટે કડક નિયમો અને ટેલીમાર્કેટર્સ માટે નવા અધિકૃતતા માળખાની તપાસ કરવાની પ્રક્રિયા પણ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે.
તેમણે માહિતી આપી હતી કે ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન લેજર ટેક્નોલોજી (ડીએલટી) પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે જ્યાં બેંકો, નાણાકીય સંસ્થાઓ, વેપાર સંગઠનો અને સરકારી એજન્સીઓ અને તેમના ટેલિમાર્કેટર્સ (ટીએમ) જેવી તમામ મુખ્ય સંસ્થાઓ (પીઈ) સાથે જોડાયેલા છે. આ માટે ડીએલટી પર નોંધણી જરૂરી છે. મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સને સંદેશા મોકલવા માટે ડિજિટલ અથવા લેખિત સંમતિ પણ જરૂરી છે. જેમાં પડકાર એ છે કે લેખિત સંમતિને ડીએલટી પર કેવી રીતે લાવવી, કેમકે તમે એને સંપૂર્ણ છોડી ન શકો.
ટ્રાઈના ચેરમેનના જણાવ્યા અનુસાર, હાલમાં જો કોઈ ગ્રાહકને કોઈ ચોક્કસ સેવા પ્રદાતા અથવા વિક્રેતા તરફથી સંદેશ અથવા કોલ મળે છે અને તે સ્પામ હોવાની ફરિયાદ કરે છે. ત્યારે કંપ્નીઓ એવી દલીલ કરે છે કે તેમની પાસે કાગળ પર આ ચોક્કસ ગ્રાહકની સંમતિ છે. આ રેકોર્ડ માત્ર કાગળ પર છે અને ઓનલાઈન સિસ્ટમમાં નથી. તેથી અમે એવી સિસ્ટમ બનાવી છે જ્યાં ગ્રાહકની અગાઉની તમામ સંમતિઓ ડીએલટી પ્લેટફોર્મ પર આવે. એ પછી જો ગ્રાહક ઈચ્છે, તો તે જૂની સંમતિ પાછી ખેંચી શકે છે. આ વિકલ્પ આપવામાં આવશે. પછી અનિચ્છનીય સંદેશાઓ પ્રાપ્ત થવાનું સંપૂર્ણપણે બંધ થઈ જશે.
ડીએલટી પ્લેટફોર્મ બ્લોકચેન ટેક્નોલોજી પર આધારિત છે, જ્યાં એસએમએસ મોકલનારી તમામ કંપ્નીઓએ ટ્રાન્સમિશન પ્રક્રિયા જાહેર કરવી આવશ્યક છે. આનાથી દરેક મેસેજને સરળતાથી ટ્રેક કરવાનું શક્ય બનશે. આ ડેટા સુરક્ષા સાથે સમાધાન કયર્િ વિના અથવા એસએમએસ ડિસ્ટ્રીબ્યુશનમાં વિલંબ કયર્િ વિના, સંદેશ ક્યાંથી મોકલવામાં આવ્યો છે અને કોને મોકલવામાં આવ્યો છે તે ટ્રેકિંગને સક્ષમ કરશે. આ સાથે આ ટેક્નોલોજીથી દરેક મેસેજની વેલિડિટી ચેક કરવામાં આવશે અને જે મેસેજ વેલિડ નથી તે ડિલિવરી પહેલા જ બ્લોક કરી દેવામાં આવશે.
તે જ સમયે, ટ્રાઈએ તાજેતરમાં લાગુ કરાયેલા નિયમ પર પુનર્વિચાર કરવાનો ઇનકાર કર્યો છે, જેમાં ટેલિકોમ સેવા પ્રદાતાઓને વોઇસ કોલ્સ અને એસએમએસ માટે અલગ વિશેષ ટેરિફ વાઉચર ઑફર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ટ્રાઈ ચેરમેનએ જણાવ્યું હતું કે ગ્રાહકોને ડેટાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય પરંતુ મજબૂર ન કરી શકાય. તેમણે કહ્યું કે ટ્રાઈનું ધ્યાન ઉદ્યોગ સાથે ઉપભોક્તા હિતોનું રક્ષણ કરવા પર પણ છે, જેથી ગ્રાહકો તેમને જરૂરી સેવાઓ માટે જ ચૂકવણી કરે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં 36 મામલતદારોની બદલી અને બઢતી...જૂઓ લીસ્ટ
January 09, 2025 11:25 PMFire in Los Angeles: બળીને રાખ થઈ જશે હોલીવુડ...કેલિફોર્નિયામાં જંગલની આગથી ભારે તબાહી...જૂઓ ફોટો
January 09, 2025 11:06 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, 80 વર્ષના વૃદ્ધ પણ સંક્રમિત
January 09, 2025 11:03 PMમોરબીમાંથી રૂપિયા 2.65 લાખની ચાઈનીઝ દોરી સાથે એકની ધરપકડ
January 09, 2025 11:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech