રશિયામાં ઇઝરાયલી નાગરિકને શોધવા ટોળું રનવે પર: એરપોર્ટ બધં કરવું પડ્યું

  • October 30, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રશિયામાં રવિવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાગેસ્તાનમાં અહીંનું એરપોર્ટ રવિવારે બધં કરવું પડું યારે એક ટોળું ઈઝરાયલીઓને શોધવા ગાંડાની જેમ રનવેમાં ઘૂસી ગયું અને પ્લેનને પણ ઘેરી લીધું. વાસ્તવમાં, ઇઝરાયેલનું એક વિમાન અહીં લેન્ડ થયું હતું જેમાં એક ઇઝરાયેલનો નાગરિક સવાર હતો. એરપોર્ટે ઘણી લાઈટસ અન્ય દિશામાં વાળવી પડી હતી અને તેને કામચલાઉ ધોરણે બધં કરવી પડી હતી. તે જ સમયે, ક્રેમલિને હજુ સુધી ઘટનાઓ પર ટિપ્પણી કરી નથી.
રશિયાની સરકારી ઉડ્ડયન એજન્સી રોસાવિટસિયાએ આ ઘટના પર નિવેદન આપ્યું છે. એજન્સીએ જણાવ્યું હતું કે, મખાચકલા એરપોર્ટ ટ્રાફિક વિસ્તારમાં અજાણ્યા લોકોના પ્રવેશને પગલે, તેને અસ્થાયી પે એરપોર્ટ પર પહોંચતી અને ઉપડતી લાઇટસ માટે બધં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એજન્સીએ માહિતી આપી છે કે સુરક્ષા દળો એરપોર્ટ પર પહોંચી ગયા છે.બીજી તરફ, રશિયન રાય મીડિયા ઇઝવેસ્ટિયા અને આરટીએ અહેવાલ આપ્યો છે કે લોકોને જાણ થઈ ગઈ છે કે એક વ્યકિત ઈઝરાયેલથી આવ્યો છે. આ પછી કેટલાય ડઝન લોકો એરપોર્ટ અને રનવે પર આવ્યા હતા.ટેલિગ્રામ પરના વીડિયોમાં જોવા મળે છે કે કેટલાક લોકોએ અવરોધો પણ પાર કર્યા છે. એરપોર્ટથી બહાર નીકળતી અને અહીં આવતી ઘણી કાર પણ તેઓએ કબજે કરી લીધી હતી. એક વીડિયોમાં એક વ્યકિત રશિયાની રેડ વિંગ્સ કંપનીના પ્લેનની પાંખ પર પણ ચઢી ગયો હતો. લાઈટ્રેડરના જણાવ્યા અનુસાર તેલ અવીવથી રેડ વિંગ્સ લાઈટ સ્થાનિક સમય અનુસાર સાંજે ૭:૦૦ વાગ્યે મખાચકલામાં ઉતરી હતી. રશિયન સ્વતત્રં મીડિયા સોટાએ જણાવ્યું હતું કે મોસ્કો માટે ઉડાન ભરતા પહેલા લાઇટનું મખાચકલામાં ટૂંકું સ્ટોપઓવર હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી તસવીરો અનુસાર ભીડમાંના કેટલાક લોકોએ પહેલા એરપોર્ટ પર લોકોને પ્લેન તરફ જતા પહેલા તેમના પાસપોર્ટ ચેક કરવા કહ્યું હતું. એક વ્યકિતએ પોસ્ટર પકડું હતું જેમાં લખ્યું હતું, 'બાળ હત્યારાઓ માટે દાગેસ્તાનમાં કોઈ જગ્યા નથી' અને બીજો વ્યકિત 'અલ્લાહત્પ અકબર' બૂમો પાડી રહ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application