રોગચાળો, ફેરિયા, ગંદકી, રસ્તા પ્રશ્નને મનપામાં ટોળાં ઉમટ્યા

  • November 01, 2023 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં આજે ડેલીગેશન ડે રહ્યો હતો, સવારે 10થી 1 સુધીમાં ત્રણ-ત્રણ ટોળા ઉમટ્યા હતા જેમાં ખુલતી કચેરીએ સૌપ્રથમ 150 ફૂટ રિંગ રોડ ઉપર શીતલ પાર્ક પાસે આવેલી મહાપાલિકાની શહીદ સુખદેવસિંઘ ટાઉનશીપ્ના રહીશોનું ટોળું, ત્યારબાદ શહેરમાં વધતા જતા રોગચાળા મુદ્દે વિપક્ષ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનું ટોળું અને ત્યારબાદ લાખાજીરાજ રોડ ઉપર બેસવાની મંજૂરી આપવાની માંગ સાથે પાથરણાવાળા ફેરિયાઓનું ટોળું ધસી આવ્યું હતું. સૌપ્રથમ શહીદ સુખદેવસિંઘ ટાઉનશીપ્ના રહીશોનું ટોળું આવ્યું હતું તેમણે ટાઉનશીપ બહાર મુખ્ય રોડ ઉપર સતત ગટર ઉભરાતી હોય અને ફરિયાદ કરવા છતાં પ્રશ્ન ઉકેલાતો ન હોય તેમજ ટાઉનનશીપ સુધી પહોંચવાના રસ્તા બિસમાર હોય ત્યાં ડામર કામ કરવા, સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા-રીપેર કરવા સહિતના પ્રશ્નો તેમજ આ વિસ્તારમાં ખુદ મહાપાલિકાના વાહનો જ કચરો ફેંકી જઈને ગંદકી ફેલાવતા હોવાની ગંભીર લેખિત રજુઆત મેયર-કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં કરવામાં આવી હતી.
જ્યારે બીજું ટોળું શહેરમાં વધતા જતા રોગચાળા મુદ્દે વિપક્ષ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનું આવ્યું હતું અને તેમણે આવેદનપત્ર પાઠવીને ડેંગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયાનો મચ્છરજન્ય રોગચાળો તાત્કાલિક અસરથી કાબુમાં લેવા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી રજુઆત કરી હતી. તદ્દઉપરાંત ત્રીજું ટોળું પાથરણા વાળાઓ, ફેરિયાઓ તેમજ લારી ગલ્લા ધારકોનું ધસી આવ્યું હતું તેમણે લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોમાં રસ્તાની બન્ને બાજુએ બેસવાની મંજૂરી આપી દિવાળીના તહેવારોમાં રોજીરોટી કમાવા આપવા માંગણી કરી હતી.


કોર્પોરેશનના વાહનો જ અહીં આવીને કચરો ફેંકી જાય છે, ગંભીર ફરિયાદ

શહીદ સુખદેવસિંઘ ટાઉનશીપ્ના રહીશોએ એવી ગંભીર ફરિયાદ કરી હતી કે શીતલ પાર્ક મેઇન રોડ પર તેમના વિસ્તારમાં ખુદ કોર્પોરેશનના વાહનો આવીને જ ત્યાં આગળ કચરો ફેંકી જાય છે ! હાલ સમગ્ર શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે ત્યારે આવી ગંભીર લેખિત ફરિયાદ તાકીદે ઉકેલાઇ તે માટે અધિકારીઓએ તપાસ કરવી જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application