13 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનાર હકુભાને રિકન્સ્ટ્રકશન માટે લઇ જતા લોકોના ટોળાં ઉમટયા

  • December 06, 2023 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરનાભીસ્તીવાડ વિસ્તારમાં રહેતા નામચીન હકુભાએ 13 વર્ષની બાળા પર તેની માસીની હાજરીમાં દુષ્કર્મમાં આચાર્યોની ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં નામચીન શખસને રિકન્સ્ટ્રકશન માટે લઇ જતા અને લોકોના ટોળા ઉમટયા હતાં.ભીસ્તીવાડમાં રહેતાં નામચીન શખ્સ હકુભાએ અગાઉ થયેલી ફરિયાદમાં સમાધાન કરવાનું કહી સગીરા, તેણીના માસી, નાની બહેન અને માસીના દિકરા સહિતનાનું કારમાં અપહરણ કરી ભગવતીપરાના છેડે વાડીમાં લઈ જઈ 13 વર્ષની સગીરા અને તેના માસી સાથે મારકૂટ કરી બાદમાં હકુભાએ પોતાની પત્ની અને બાળાના માસીની હાજરીમાં જ આ બાળા પર બળાત્કાર આચર્યું હતું. ત્યાંથી લઇ જઇ ભગવતીપરાના ડેલામાં ફરીથી બાળા પર બીજીવાર દુષ્કર્મ ગુજારતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.આ બનાવ બાદ બી ડિવિઝન પોલીસમાં અપહરણ, દુષ્કર્મ,પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી હકુભા અને તેમના પુત્ર સહિત ત્રણની ધરપકડ કરી હતી.જ્યારે બે મહિલાની શોધખોળ કરાઇ રહી છે.
આ મામલે આરોપીઓને હાલ બી ડિવિઝન પોલીસને સોંપ્યા છે.ત્યારે નામચીન હકુભા ને બનાવવાળી જગ્યાએ પોલીસ બંદોબસ્ત સાથે લઈ જઇ રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.બી ડિવિઝન પોલીસના પીઆઇ આર.જી.બારોટ, રાઇટર મહેશભાઈ અને સ્ટાફે રિક્ધટ્રક્શન કરાવી જરૂરી કાગળો કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application