જૂનાગઢમાં દિવાળી પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો જમાવડો

  • November 11, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના પર્વ આવતા સપ્તાહથી પૂર્ણ થશે ત્યારે એક સપ્તાહ સુધી બજારો બંધ રહેશે અને મીની વેકેશન જેવો માહોલ સર્જાશે જેથી પ્રવાસન નગરી જૂનાગઢમાં ફરવાલાયક સ્થળોએ માનવ મહેરામણ ઉમટી પડશે. પ્રવાસીઓની ફરવા માટે પ્રથમ પસંદગી ગિરનાર રોપવે અને સાસણગીર રહેશે ગિરનાર રોપવેમાં માત્ર સાત મિનિટમાં જ રોપવેની સવારી કરી પ્રાકૃતિક વાતાવરણનો નજારો માણવા મળશે આ ઉપરાંતમાં અંબાજીના દર્શન કરવા પણ મળશે ઉષા બ્રેકો કંપનીના રિઝ્યોનલ હેડ દિપક કપલીશના માર્ગદર્શન હેઠળ દ્વારા પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ શ‚ કરવામાં આવી છે જેને લઇ આવતા સપ્તાહમાં વિવિધ સ્લોટમાં એક સપ્તાહ સુધી પ્રવાસીઓએ એડવાન્સ બુકિંગ કરાવ્યા છે આ ઉપરાંત ટિકિટ મેળવવામાં સરળતા રહે તે માટે ભવનાથ ગ્રાઉન્ડ પાસે ટિકિટ બારી પણ શ‚ કરવામાં આવી છે. અને અવર-જવર માટે ઈ કાર. પણ શ‚ કરવામાં આવશે. ગિરનાર રોપવે ઉપરાંત સાસણગીર ખાતે એશિયારટીક સિંહોને નિહાળવા પણ પ્રવાસીઓએ ડિસેમ્બર માસ સુધી એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યા છે સાસણગીરના ડીસીએફના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિના સુધી સાસણગીરમાં પ્રવાસીઓએ એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે જેને લઇ હોટલોમાં પણ બુકિંગ કરવામાં આવ્યું છે.


જૂનાગઢમાં એક મહિના પહેલા જ નવનિર્મિત થયેલ ઉપરકોટ કિલ્લ ો પણ પ્રવાસીઓ માટે નવું નજરાણું બની રહેશે ઉપરકોટ કિલ્લ ાનું સંચાલન કરતી સવાણી હેરિટેજ કન્ઝર્વેશન ટ્રસ્ટના રામભાઈ સવાણી અને મેનેજર રાજેશભાઈ તોતલાણીના માર્ગદર્શન હેઠળ પ્રવાસીઓની સવલત માટે પૂરતી વ્યવસ્થા અને સિક્યુરિટી સ્ટાફ રાખવામાં આવ્યો છે આ ઉપરાંત ઉપરકોટમાં રહેલા વિવિધ પ્રકલ્પોને નિહાળવા લોકોનો ઘસારો રહેશે ઉપરકોટ ઉપરાંત મહાબત મકબરો પણ નવનિર્માણ કરવામાં આવ્યો હોય ત્યાં પણ પ્રવાસીઓ જોવા ઊમટી પડશે.
​​​​​​​
જૂનાગઢમાં નવાબી સમયનું સકરબાગ પ્રાણી સંગ્રહાલય પણ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ રહેશે સકરબાગના નિયામક નિરવભાઈ મકવાણાના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ સકરબાગ ખાતે હજારો લોકો  એક સપ્તાહ દરમિયાન ઉમટી પડશે. આ ઉપરાંત જૂનાગઢમાં ગિરનાર નેચર સફારી પાર્કમાં પણ સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ઘસારો રહેશે. ગિરનાર પર્વત ઉપરાંત દાતાર ડુંગર પર પણ પ્રવાસીઓ દર્શનાર્થે આવશે. જૂનાગઢમાં એક સપ્તાહ સુધી કુદરતી સૌંદર્યનો ગઢ ગણાતા ભવનાથ તળેટી ખાતે લોકો ઉમટી પડશે જેથી ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ હોટલો ધર્મશાળા અને આશ્રમોમાં પણ પ્રવાસીઓએ એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યા છે.
એક સપ્તાહ સુધી જુનાગઢમાં લાખો પ્રવાસીઓના આગમનથી નાના વેપારીઓ રિક્ષાચાલકો ટ્રાવેલ્સ અને હોટલ સહિતના ક્ષેત્રે રહેલા લોકોની આવકમાં પણ વધારો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application