લોકસભાની 25 બેઠક પર 266માંથી 32 ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ

  • April 24, 2024 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે ગુજરાતની 25 લોકસભા બેઠક પર 266 ઉમેદવારમાંથી 32 ઉમેદવારો જુદા જુદા ગુના નોંધાયેલા તેમજ કોર્ટમાં કેસ પડતર હોવાની વિગતો બહાર આવે છે આ વખતની ચૂંટણીમાં ગુજરાતના કુલ ઉમેદવારના 10% થી વધુ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમાંથી 15 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે જ્યારે રાજકીય પાર્ટીના સૌથી વધુ છ ઉમેદવાર કોંગ્રેસના છે ભાજપ્ના ત્રણ અને આપ્ના એક ઉમેદવાર જેની સામે વિવિધ ગુના નોંધાયેલા છે.

આગામી મહિના ની સાતમી તારીખે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજનાર છે ત્યારે ઉમેદવારોનુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ચૂંટણીના પ્રચાર પસાર શરુ થયો છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પર થી મળતી વિગતો મુજબ ગુજરાતના 266 ઉમેદવારમાંથી 32 ઉમેદવારો ગુનાહિત અભ્યાસ ધરાવે છે જેમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો છે 15 અપક્ષ ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ થયેલી છે.

ભાજપના છોટાઉદેપુરના જશુભાઈ રાઠવા જુનાગઢના રાજેશ ચુડાસમા ગાંધીનગરના અમિત શાહ સામે ફરિયાદ નોંધાયેલી છે.તો કોંગ્રેસની વલસાડના ઉમેદવાર અનંતકુમાર પટેલ પાટણના ચંદનજી ઠાકોર બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર જુનાગઢ ના હીરાભાઈ જોટાવા અમદાવાદ પૂર્વના હિંમતસિંહ પટેલ છોટાઉદેપુરના સુખરામ રાઠવા અને ભરૂચના આપ્ના ઉમેદવાર ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાયેલી છે.
ઉમેદવારો દ્વારા જાહેર કરવામાં આવેલી એફિડેવીટ મુજબ 32 જેટલા ઉમેદવારો સામે જુદા જુદા ગુના હેઠળ કેસ નોંધાયેલા છે હાલ જુદી જુદી કોર્ટમાં કેસ પડતર છે જેમાં ભાજપ કોંગ્રેસ આપ મળીને કુલ નેતાઓ 10 એવા છે કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.જયારે 15 અપક્ષ ઉમેદવારોમાં સૌથી વધુ ત્રણ સુરેન્દ્રનગરની બેઠક પર ,સાબરકાંઠાની બેઠક પર બે ગાંધીનગર બેઠક પર બે ,ભરૂચમાં બે, ભાવનગર વડોદરા, ખેડા જામનગર પોરબંદર અને આણંદની બેઠક પર એક એક ઉમેદવાર સામે પોલીસ ફરિયાદ નોંધાય છે અથવા જુદી જુદી કોર્ટમાં કેસ પડતર ચાલી રહ્યા છે.અત્રે નોંધવું જરૂરી છે કે આ વખતની ચૂંટણીમાં 2004 પછી સૌથી ઓછા 266 ઉમેદવારો નોંધાયેલા છે તેમાંથી 10 ટકા થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application