રૈયાની સર્વે ન.ં ૨૫૦ની જમીન સંબંધે ચાલતા દાવામાં વાદી દ્રારા ગેરકાયદે રીતરસમો અજમાવી ખોટી રીતે મેળવવામાં આવેલા દસ્તાવેજો રજુ કરવા સંબંધે સિનિયર સિવિલ જજ સમક્ષ ફોજદારી ફરિયાદ કરવાની પ્રતિવાદી દ્રારા ડિસ્ટિ્રકટ અને સિવિલ કોર્ટમાં અરજી કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.
અગાઉ સ્વ. હરીશચંદ્રસિંહ જાડેજા દ્રારા સ્પે.દી.કેસ ન.ં ૩૫૦ના કામમાં કરી આપવામાં આવેલ હત્પકમનામું રદબાતલ કરાવવા અર્થે અમરસિંહ જાડેજા દ્રારા રાજકોટના પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ સમક્ષ સ્પે.દી.મુ.ન.ં ૫૩૨૦૦૨થી દાવો દાખલ કરવામાં આવેલ છે, જે દાવો રાજકોટના ૧૩મા અધિક સિનિયર સિવિલ જજ સમક્ષ પેન્ડીંગ છે.
જેમાં પ્રતિવાદી ડોલીબેન કાંતિલાલ પટેલે સદરહત્પ દાવામાં અમરસિંહ જાડેજા દ્રારા અનેક તબકકે ગેરકાયદેસર રીતરસમો અજમાવી મેળવવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજુ કરી કોર્ટને ગેરમાર્ગે દોરવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા બાબતે ફોજદારી ફરિયાદ કરી છે.
તેમાં ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી ફસ્ર્ટ અપીલના કામે નકલો મેળવી તેની ઝેરોક્ષ નકલો હાઈકોર્ટે સમક્ષ રજુ થયેલ હોવા છતાં તેવા દસ્તાવેજો ઉપર ખરી નકલના સિકકા લગાવી મેળવી દાવાના કામે રજુ રાખેલ હોવાનું જણાવાયું છે. જેમાં સ્પે.દી.મુ.ન.ં ૫૩૨૦૦૨ના કામે ડોલીબેન કાંતિલાલ પટેલની ઉલટતપાસ દરમ્યાન કોર્ટ સમક્ષ ખોટા અને બોગસ દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખ્યા હોવા બાબતે કાયદા મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરવા ડોલીબેન કાંતિલાલ પટેલ દ્રારા રાજકોટના ડિસ્ટિ્રકટ એન્ડ સેશન્સ જજ સમક્ષ તથા રાજકોટના ૧૩ મા અધિક સિનિયર સિવીલ જજ સમક્ષ અરજી આપેલ છે. જે અરજી આપતા કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech