પત્રકારની હત્યાનો આરોપી, હથિયાર સૌદાગરને બે દેશી પિસ્ટલ સાથે દબોચી લેતી ક્રાઈમ બ્રાંચ

  • December 02, 2023 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ગોંડલ રોડ પર કોઠારિયા સોલવન્ટ પાસે રસુલપરામાં રહેતા જૂનાગઢના ચબારી ગામના કુખ્યાત શખસ હથિયારના સોંદાગર અને પત્રકારની હત્યાની આરોપી એવા ફિરોઝ ઉર્ફે લાલો કાસમભાઈ હાલા ઉ.વ.૩૨ને ક્રાઈમ બ્રાંચે ગોંડલ રોડ કાંગસિયાળી ગામ જતાં રસ્તે ઢોલરા ચોકડી પાસેથી બે પિસ્ટલ સાથે ઝડપી પાડયો છે. 
​​​​​​​
રસુલપરામાં રહેતો અને જૂનાગઢમાં પત્રકારની હત્યામાં સપડાઈ ચૂકેલો તેમજ હથિયાર સપ્લાયના ગુનાઓમાં નવ વખત ઝડપાઈ ચૂકેલો ફિરોઝ બે હથિયાર લઈને ફરી રહ્યો હોવાની ક્રાઈમ બ્રાંચના એએસઆઈ બલભદ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ ઝાલા, સુભાષભાઈ ઘોઘારીને બાતમી મળી હતી જે આધારે પીઆઈ બી.ટી.ગોહિલે ટીમના અન્ય ભરતભાઈ વનાણી, કનકસિંહ સોલંકી સહિતના સાથે મળીને ઢોલરા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. ફિરોઝ ઉર્ફે લાલો નીકળતા જ દબોચી લેવાયો હતો. તેના કબજામાંથી ૪૦ હજારની કિંમતની બે પિસ્ટલ મળી આવતા આર્મ્સ એકટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.તપાસની સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પકડાયેલા શખસ હથિયારોનો સૌદાગર છે. પ્રાથમિક તબક્કે તેણે જૂનાગઢમાં જેલમાં હતો ત્યારે રાજેશ નામના શખસ સાથે પરિચય થયો હતો. તેની પાસેથી હથિયાર મેળવ્યા હોવાનું કથન કર્યું છે. આરોપી સામે જૂનાગઢમાં હત્યાનો એક ગુનો ઉપરાંત સાત ગુના હથિયાર સાથે કપડાયાના તેમજ ખંડણી વસૂલીના નોંધાયેલા છે.જૂનાગઢમાં માથાકૂટના કારણે તે છેલ્લા સાતેક માસથી રાજકોટ રહેવા આવી ગયો હતો અને જૂનાગઢના ગુનાઓમાં વોન્ટેડ હોવાનું પણ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application