ઓખા નજીક આવેલા સુદર્શન સેતુ પર એક શખ્સ દ્વારા કારની છત પર બેસીને રીલ બનાવી જીવ જોખમમાં મુકતા આ અંગે ઓખા મરીન પોલીસે કાર્યવાહી કરી, કાર ચાલક સહિત બંને શખ્સો સામે ગુનો દર્જ કર્યો હતો.
આ પ્રકરણની સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ગાંધીનગર જિલ્લાના દહેગામના વેલપુરા ખાતે રહેતા મયુરસિંહ દિલીપસિંહ ચાવડા નામના યુવાન દ્વારા પોતાના શોખ ખાતર રીલ (વિડીયો) બનાવવા માટે સુદર્શન બ્રિજ ઉપરના રોડ પર જી.જે. 18 બી.આર. 8584 નંબરની મોટરકાર રોડ પર ચાલતી હતી ત્યારે તેમની છત ઉપર બેસીને માનવ જિંદગી જોખમાય તે રીતે ઊભા રહી, રેકોર્ડિંગ કર્યું હતું. આ પ્રકરણમાં અન્ય એક આરોપી એવા દેહગામ તાલુકાના વેલપુરાના રહીશ યુવરાજસિંહ જયદીપસિંહ ઝાલાએ બીજાનો જીવ જોખમમાં મુકાઈ જાય તે રીતે બેદરકારી અને ગફલતભરી રીતે કારની છત ઉપર આરોપી મયુરસિંહ દિલીપસિંહ ચાવડાને ઉભો રાખી, અને કાર રોડ ઉપર ચલાવીને બેજવાબદારીભર્યું કૃત્ય કર્યું હતું.
આશરે દોઢેક માસ પૂર્વેના આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે બંને શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ગઈકાલે બંનેની અટકાયત કરી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech